Widgets Magazine

મલ્હાર ઠાકર અભિનિત ‘કેશ ઓન ડિલિવરી’ ફિલ્મને રજુ થતાં જ દર્શકોનો અપ્રતિમ પ્રતિસાદ મળ્યો

શનિવાર, 15 જુલાઈ 2017 (15:56 IST)

Widgets Magazine
cash on delivary


ગુજરાત અને મુંબઈમાં ગુજરાતી અર્બન સિનેમાના સ્ટાર અભિનિત ફિલ્મ કેશ ઓન ડિલિવરી રિલિઝ થતાં તેને દર્શકોનો ભવ્ય પ્રતિસાદ સાંપડ્યો છે.  U/A સર્ટિફિકેટ માટે આ ફિલ્મ સેન્સરબોર્ડમાં ચર્ચાનું કેન્દ્ર બની ત્યારથી જ ફિલ્મના ટ્રેલર્સે ગુજ્જુ યુવાનોમાં ખાસુ આકર્ષણ જમાવ્યું હતું. વડોદરા શહેરના બિઝનેસમેન બિલ્ડર ગૃપ‘ સોલ્ટ એન્ડ પેપર મોશન પિકચર્સ’ દ્વારા નિર્માણ પામેલી આ થ્રીલર ફિલ્મમાં મધ્યમવર્ગનો એક નવયુવાન પોતાના પર આવી ચડેલા પડકારોનો લાચારીથી સામનો કરવાનો પ્રયત્ન કરે છે. ત્યાર બાદ તેને આ પડકાર ઝિલવામાં મદદ મળે છે અને તેનામાં એક ખુમારી જાગે છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર ઉપરંત વ્યોમાં નાંદી, દર્શન જરીવાલા, મેહૂલ બૂચ, ફાલ્ગુની રાજાણી, જેવા કલાકારોએ અભિનય પાથર્યો છે. નિરજ જોશી લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મ સમાજના સારા અને ખરાબ પાસાઓનું રસિક ઘટનાચક્ર દર્શકો સમક્ષ રજુ કરે છે. 

આ ફિલ્મ રિલિઝ થતાંની સાથે જ ગુજ્જુ યુવાનોમાં ખાસી લોકપ્રિય બની, આ ફિલ્મની સ્ટારકાસ્ટ મલ્હાર અને વ્યોમાની રાજ્યના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતની કોલેજમાં મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે ખૂબ મસ્તી કરી અને ભારે જમાવડો પણ કરેલો. વિદ્યાર્થીઓએ બંને કલાકારોને વધાવી લીધાં હતાં. ફિલ્મના દિગ્દર્શનમાં કાંઈ કાચુ નથી અને સ્ટોરી પણ દર્શકોને જકડી રાખે તેવી છે. સ્ટાર કાસ્ટનો અભિનય એમના નામથી જ લોકોને સમજાઈ જાય એમ છે કારણ કે મલ્હાર અને દર્શન જરીવાલા હોય ત્યાં અભિનયને દાદ આપવી જ પડે. ગુજરાતી સિનેમાને નવી સ્ટોરી અને નવા આઈડિયાઝની જરૂર છે ત્યારે આ ફિલ્મ એક નવા વિષય સાથે રજુ થઈ છે. બે કલાકની આ ફિલ્મ પરિવાર સાથે સિનેમામાં જોવા જેવી છે.



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી સિનેમા

news

‘કેશ ઓન ડિલિવરી’ - મીડલ ક્લાસના ડિલિવરી બોયની પડકારજનક જર્ની

ગુજરાતી ફિલ્મોનો એક સમયે મોટો લોટ આવ્યો. આ સમય એવો હતો કે અનેક ફિલ્મો બની અને કયા સમયે ...

news

દિકરી અવતર્યા બાદ અભિનેતા કવન શાહનો સિતારો ચમક્યો

કલર્સ ટીવી પર પ્રસારિત થતી છુટાછેડા નામની સિરિયલમાં ભૂમિકા ભજવ્યા બાદ અભિનેતા કવનને હવે ...

news

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના ઇતિહાસ સૌ પ્રથમવાર રચાયું " ગુજરાતી ફિલ્મ ફ્રેટર્નીટી "

1932 થી શરુ થયેલી આપણી ગુજરાતી ફિલ્મોએ ઘણા ઉતાર ચઢાવ જોયેલા છે . હજારો લોકો આ ક્ષેત્ર ...

news

Film Review- "આવ તારુ કરી નાંખું'' ફિલ્મમાં બાપ બેટાઓનો પ્રોબ્લેમ દર્શકોને પેટ પકડીને હસાવશે.

'આવ તારુ કરી નાંખું'' આ એક એવી ગુજરાતી ફિલ્મ છે, જેમાં પિતા અને બે પુત્રોની વાત છે. પિતા ...