1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: હોંગકોંગ , શનિવાર, 31 જાન્યુઆરી 2009 (16:15 IST)

ઓબામા પહોંચ્યા મેડમ તુસાદમાં !

N.D

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની લોકપ્રિયતા દિવસે દિવસે વધી રહી છે જેને પગલે વિશ્વ પ્રસિધ્ધ હસ્તીઓની મીણબત્તીઓની પ્રતિમાવાળા મ્યુઝિયમ મેડમ તુસાદમાં તેમને સ્થાન અપાયું છે.

સંગ્રહાલયની હોંગકોંગ સ્થિત શાખામાં ઓબામાની મીણબત્તીની પ્રતિમાનું ગઇકાલે અનાવરણ કરવામાં આવ્યું હતું. અમેરિકી ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ રિચર્ડ વલ્સ્ટેકે પ્રતિમાનું અનાવરણ કરતાં કહ્યું હતું કે, ઓબામાએ દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત લોકોનું ઘર કહેવામાં આવતા મ્યુઝિયમમાં સ્થાન મેળવી તેમણે દેશનું ગૌરવ વધાર્યું છે.

ઓબામાની પ્રતિમાનું અનાવરણ થયા બાદ તેમને જોવા માટે લોકોની લાંબી કતારો લાગે છે. મ્યુઝિયમના વ્યસ્થાપક બ્રેટ પિજને જમાવ્યું કે, ઓબામાની પ્રતિમાને ઐતિહાસિક અને રાષ્ટ્રીય હીરોની શ્રેણીમાં સ્થાન અપાયું છે.