શુક્રવાર, 4 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: લંડન , ગુરુવાર, 25 ઑક્ટોબર 2007 (18:13 IST)

ડાયનાની મોતનો નવો ખુલાસો

લંડન (ભાષા) ફ્રાંસની રાજધાની પેરિસની એક સુરંગમાં 10 વર્ષ પહેલાં થયેલ દુર્ઘટનાની પહેલાં એક વાહન રાજકુમારી ડાયનાની કારને ધીમે કરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું.

આ બનાવના ઓલિવરમાં પાર્ટાઆઉચને તપાસમાં જણાવ્યું હતું કે ઘટ્ટ રંગની ફોર્ડ મોંડેલો સ્ટાઇલની સલૂન કાર ફોટો લેવામાં મોટરસાઇકલો પર સવાર પપરાજિયોની મદદ કરી હતી.

પેરિસથી વિડીયો વિડીયો લીંકના માધ્યમ વડે સાક્ષીએ લંડનમાં કોર્ટમાં જણાવ્યું હતું કે પોટ ડી એલ્મા સુરંગમાં પ્રવેશ કરતા સમયે એક વાહન રાજકુમારી ડાયનાની કારની આગળ હતું અને મોટરસાઇકલ સવારોએ તેની આસપાસ એક ઝૂંડ બનાવી લીધું.

પાર્ટ આઉચ તે સમયે એક ચાલક હતાં. ડાયનાની મોતના દિવસે સુરંગમાં જનાર રસ્તાના કિનારે ઉભા સવારી રાહ જોઇ રહ્યાં હતાં. તેને ત્યાંથી અત્યધિક ગતિથી પસાર થતી એક મર્સિડીઝ કારને જોઇ.

તેને કહ્યું કે એક વાહન ડાયનાની કારની આગળ હતું અને કેટલીક મોટરસાઇકલ ડાયનાને લઇ જતી કારનો પીછો કરી રહી હતી. બીબીસીએ તેમના હવાલાથી કહ્યું હતું કે હું આ રીતે સમૂહને જોઇને ચકિત હતો. કાર અને મોટર સાઇકલોની ગતિ એકસરખી હતી.

દુર્ઘટનાના બે કલાક બાદ પાર્ટ ટાઇમ આઉચે પોલિસને આપેલા બયાનમાં કહ્યું હતું કે કાર 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલી રહી હતી પરંતુ કોર્ટમાં તેમને જણાવ્યું હતું કે તે થોડી ઓછી ગતિ પર હતી.

બીજા સાક્ષી ગાઇલે હોસ્ટિસે અદાલતમાં જણાવ્યું હતું કે તે ભાડે લાવેલી કાર પર યાત્રી સીટ પર ઉંઘી રહી હતી. જયારે કાર ચાલકે અચાનક બ્રેક લગાવી તો તે જાગી ગઇ.

તેમને કહ્યું હતું કે વિપરીત દિશામાં જઇ રહેલ ડાયનાની કારને જોઇ તે ડરી ગઇ. તેમને ડર હતો કે ડાયનાની કાર તેમની કાર વચ્ચે ટક્કર ન લાગી જાય.

હોસ્ટિસે કહ્યું હતું કે મને લાગ્યું કે મર્સિડીઝ ગાડી અમારી તરફ આવી રહી છે. મારૂ માનવું છે કે જો ત્યાં થાંભલા લાગેલા હોતાં તો અમારી કાર ટકરાઇ જતી.