1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ન્યૂયોર્ક , સોમવાર, 22 ઑક્ટોબર 2007 (11:05 IST)

પાકિસ્તાનમાં ભારે ખતરાની આશંકા

ન્યૂયોર્ક (ભાષા) વ્હાઈટ હાઉસના વિશેષજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી હતી કે અલ કાયદા તાલિબાન અને પરમાણું હથિયારોની ભુમિકાની સાથે પાકિસ્તાનમાં સિયાસી ઉઠાપટક બુશ પ્રશાસન માટે મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે.

આ અધિકારીઓએ ન્યૂયોર્ક ટાઇમ્સ સાથે થયેલ એક મીટીંગ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે લાંબા સમયથી તેમના સહયોગી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશરફ દેશને સ્થિર રાખવા માટે પુરતો પ્રભાવ રાખે છે કેમકે તેઓ પોતાની મુખ્ય પ્રતિદ્વંદ્વી બેનઝીર ભુટ્ટોની સાથે સત્તા ભાગીદારી સમજુતીની દિશામાં આગળ વધી રહ્યાં છે.

પરંતુ હાલમાં હાજર અને પૂર્વ અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે તેમને આ વિશે ચેતવણી પણ આપવામાં આવી હતી કે 11 સપ્ટેમ્બરે થયેલ આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીને અમેરીકા દ્વારા મુશરફ પર દબાણ નાંખવાના છ વર્ષ બાદ પાકિસ્તાન પર અમેરીકાનો ફાયદો સમિતિ થઈ રહ્યો છે અને જનરલ મુશરફ કમજોર થઈ રહ્યાં છે.

ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યુ હતું કે 11 સપ્ટેમ્બર બાદ થયેલ બધા જ મોટા આતંકવાદી હુમલાના તાર પાકિસ્તાની ક્ષેત્રો સાથે જોડાયા જેને કારણે ગુપ્ત વિભાગમાં કાર્ય કરી રહેલાં ઘણાં લોકોને આવું માનવું પડ્યું કે બુશને આતંકવાદના વિરુધ્ધ જંગમાં પાકિસ્તાનને કેન્દ્રીય મોર્ચો માનવો જોઈએ ઇરાનને નહી.