Last Modified: વોશિંગ્ટન , સોમવાર, 12 એપ્રિલ 2010 (12:39 IST)
ભારત ઈરાન પર પ્રતિબંધની વિરુદ્ધ
ND
N.D
ઈરાન પર નવા અંકૂશ લગાડવાના અમેરિકાના પ્રયત્નો વચ્ચે વડાપ્રધાન મનમોહનસિંહે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સમક્ષ એ સ્પષ્ટ કરી દીધું છે કે, ભારત ઈસ્લામી ગણરાજ્ય વિરુદ્ધ એવા કોઈ પણ પ્રતિબંધની વિરુદ્ધ છે જેનાથી એ દેશની સામાન્ય જનતા પ્રભાવિત થતી હોય.
સિંહે ઓબામા સાથે થયેલી મુલાકાતમાં ઈરાનનો મુદ્દો ઉઠાવ્યો. બન્ને નેતાઓએ આ મુદ્દા પર સંપર્કમાં બનેલા રહેવા પર સહમતિ વ્યક્ત કરી.
આ મુદ્દા પર સિંહે ઓબામાને કહ્યું કે, આ પ્રતિબંધોના નિશાન પર સામાન્ય જનતા રહે છે તો પ્રતિબંધ હમેશા પ્રતિકૂળ રહે છે. નિરુપમાએ કહ્યું કે, બન્ને નેતા આ મુદ્દા પર સંપર્કમાં બનેલા રહેવા અને ચર્ચા જારી રાખવા પર સહમત થયાં.