શુક્રવાર, 4 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: કેમ્પેચ મેક્સિકો , ગુરુવાર, 25 ઑક્ટોબર 2007 (11:49 IST)

મેક્સિકોમાં આંધી આવી 18ના મોત

કેમ્પેચ મેક્સિકો (વાર્તા) મેક્સિકોમાં એક વિનાશકારી આંધીમાં સમુદ્રી તેલ ક્ષેત્રમાં કાર્યરત 18 કર્મચારી મૃત્યું પામ્યાં હતાં. નૌસેના બચાવ દળના સભ્યો ગુમ છે અને અન્યની શોધ ચાલુ છે. મક્સિકોની સરકારી તેલ કંપની મોનોપોલી પેમેક્સના પ્રવક્તાએ મૃતકોની પુષ્ટિ કરી નથી.

તેમને જણાવ્યું હતું કે 58 લોકોને લાઇફ બોટ વડે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં. કંપનીએ ઉત્પાદન પ્રમુખ કાર્લોસ મોરાલેસે મૃતકોની સંખ્યામાં વધારો હોવાની શંકા વ્યકત કરી હતી.

નૌસેનાના હેલિકોપ્ટર તથા બચાવ કાર્ય તથા નૌકા દળના સભ્ય ખરાબ વાતાવરણના કારણે બે અન્ય નૌકાઓમાં સવાર 24 લોકોને શોધી કાઢ્યાં છે. વિનાશકારી તૂફાનના લીધે સમુદ્રમાં લગભગ 25 ફૂટ ઉંચી લહેરોથી તેલ ઉત્પાદન કાર્ય ઠપ થઇ ગયું છે.

ઉલ્લેખનિય છે કે બુધવાર મોડી રાત્રે આવેલા ભયંકરના કારણે ઉશૂમસિંટા તેલ ખાણ પ્લેટફોર્મ પર કર્યરત 81 કર્મચારી આપાતકાલીન નૌકાઓમાં સવારી કરી રહ્યાં હતાં.