બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :બોસ્ટન , શુક્રવાર, 8 ડિસેમ્બર 2023 (15:43 IST)

હનીમૂન પર ગયેલી નવવધુનુ મોત

shark
shark
લગ્ન પછી લોકો હનીમૂન પર ક્યાક જવાનો પ્લાન બનાવે છે. મોટાભાગના લોકોને આ યાદોને એકત્ર કરવાનો સમય લાગે છે. પણ  શુ થાય જ્યારે લગ્નના બીજા દિવસે ફરવા ગયેલા કપલમાંથી કોઈ એકનો જીવ જતો રહે.  આવુ જ કંઈક અમેરિકામાં થયુ છે. બહામાસમાં પૈડલબોર્ડિંગ કરતી વખતે બોસ્ટનની એક નવવધુને શાર્કે મારી  નાખી. 
 
WCVB ની રિપોર્ટ મુજબ આ ઘટના રવિવારે 3 ડિસેમ્બરના રોજ મહિલાના લગ્નના ઠીક એક દિવસ પછી થઈ.  WCVB ની રિપોર્ટ મુજબ શાર્કે 3 ડિસેમ્બરના રોજ ન્યુ પ્રોવિડેંસ દ્વીપના પશ્ચિમી કિનારાથી એક મીલથી ઓછા અંતરે હુમલો કર્યો.  રિપોર્ટ મુજબ શાર્કે 3 ડિસેમ્બરે ન્યૂ પ્રોવિડેંસ દ્વીપના પશ્ચિમી કિનારેથી એક મીલથી પણ ઓછા અંતર પર હુમલો કર્યો. અધિકારીઓ મુજબ પીડિતા પોતાના પતિ સાથે પાણીમાં હતી જેમને કોઈ નુકશાન નહી થયુ. અજ્ઞાત મહિલા પર કયા પ્રકારની શાર્કે હુમલો કર્યો એ સ્પષ્ટ નથી. આ ઘાતક હુમલો ફક્ત બીચ પર સૈંડલ્સ રિસોર્ટ પાસે થયો. 
 
ઈંડિપેંડેટ મુજબ રોયલ બહામાસ પોલીસ ફોર્સે એક નિવેદનમાં કહ્યુ સવારે 11.15 વાગ્યા પછી તરત પોલીસને સૂચના આપવામાં આવી કે બોસ્ટન મૈસાચુસેટ્સ અમેરિકાથી આવેલ એક મહિલા પર્યટક પર શાર્કે હુમલો કર્યો. શરૂઆતના રિપોર્ટ મુજબ જ્યારે મહિલા પર પર શાર્કે હુમલો કર્યો ત્યારે તે પોતાના પતિ સાથે પશ્ચિમી પ્રોવિડેંસમાં એક રિસોર્ટ પાછળ કિનારેથી લગભગ 3/4 મીલ દૂર પૈડલબોર્ડિંગ કરી રહી હતી.