શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ઈસ્લામાબાદ. , સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (11:25 IST)

પાકિસ્તાન-અફગાનિસ્તાન સીમા પર હિમપાત, 100થી વધુ લોકોના મોત, ભારતમાં પણ ચેતાવણી

પાકિસ્તાન અફગાનિસ્તાન સીમા ક્ષેત્રમાં આવેલ હિમપાતમાં 100થી વધુ લોકોના મોત થયા. જેમા 50 મોત અફગાનિસ્તાનના એક ગામમાં થયા છે. પાકિસ્તાનના ચિતરાલમાં 25 ઘર બરફમાં દબાય ગયા છે. 14 લોકોના મોત થયા છે. અફગાનિસ્તાનમાં મરનારાઓની સંખ્યા 54 છે.  બીજી બાજુ ચંડીગઢ સ્થિત નિરિક્ષણ કેન્દ્ર પરથી કાશ્મીરમાં પણ હિમપાતની ચેતાવણી આપવમાં આવી છે.  અફગાનિસ્તાનમાં અત્યાર સુધી 100 લોકોના મોતની પૃષ્ટિ કરવામાં આવી છે. પાકિસ્તાનમાં પણ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. પાકિસ્તાનના ચિતરાલના ઉપરાંત પેશાવરની આજુબાજુના વિસ્તારોમાં ફસાયેલા પરિવારને કાઢીને સુરક્ષિત સ્થળ પર પહોંચાડવામાં આવી રહ્યા છે. 
અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ભયાનક હિમપાતથી ભેખડો ધસી પડતા 114 લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનમાં જ 100  લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મૃતકોની સંખ્યામાં વધારો થશે. અફઘાનિસ્તાનમાં છેલ્લા 3 દિવસથી એકધારી હિમવર્ષા થતા અનેક ઘર કાટમાળમાં ફેરવાઇ ગયા છે અને મુખ્ય રસ્તાઓ બંધ થઇ ગયા છે. રાહત અને બચાવકાર્ય ચાલુ છે. 168 મકાનો ધ્વસ્ત થઇ ગયા છે અને માર્ગો ઉપર બરફ જામી ગયો છે. પાકિસ્તાનમાં પણ હિમ શીલાઓ ધસી પડતા 14 લોકોના મોત થયા છે તો બીજી તરફ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક હિસ્સાઓ પણ હિમ શીલાઓ ધસી પડવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.
 
   જમ્મુ-કાશ્મીરમાં શનિવારથી એકધારો વરસાદ વરસી રહ્યો છે. કિસ્તવાડ જિલ્લામાં દેવીગોલે ગામમાં મકાન ઉપર ઝાડ ખાબકતા 11 વર્ષના બાળકનું મોત થયુ છે. જયારે પાંચને ઇજા થઇ છે. અફઘાન અને પાકિસ્તાનમાં વરસાદ અને હિમપાતની અસર જોવા મળી છે. ગુલમર્ગમાં 11 ઇંચ જેટલો બરફ પડયો છે તો તાપમાન માઇનસ 3.4 ડીગ્રી થયુ છે તો કુપવાડા 8 સે.મી. બરફ પડયો છે. શ્રીનગરમાં હિમપાત અને વરસાદથી તાપમાન માઇનસ 0.7 ડીગ્રી થઇ ગયુ છે. ડોડા રામબાણમાં આંધી-તુફાનને કારણે 180 મકાનો ધસી પડયા છે. ભેખડો ધસી પડતા જમ્મુ-શ્રીનગર હાઇવે ચાર દિવસથી બંધ છે.
 
   જમ્મુ-કાશ્મીરમાં હવામાન બદલાતા અનેક સ્થળે વિજળી, પાણીની સપ્લાય ઉપર માઠી અસર પડી છે. સંચાર સેવા વેરવિખેર થઇ ગઇ છે. માહોરમાં પણ એક વ્યકિતનું મોત થયુ છે. સોનમર્ગમાં બે ફુટ અને મહાગુસ ટોપમાં ૩ ફુટ બરફ પડયો છે. પહેલગામમાં માઇનસ ૦.ર ડીગ્રી તાપમાન નોંધાયુ છે. ૪.૮ સે.મી. બરફ પડયો છે તો ચંડીગઢ સ્થિત સંસ્થાએ કાશ્મીર અને હિમાચલના કેટલાક વિસ્તારોમાં એવલોન્ચની વોર્નીંગ જારી કરી છે જે આજે સાંજે પ વાગ્યા સુધીની છે. કાશ્મીરના ઉંચા વિસ્તારોમાં રાત્રે ફરી બરફ પડયો હતો.
 
   હિમાચલ પ્રદેશમાં ઉંચાઇવાળા આદિવાસી વિસ્તારો અને રોહતાંગ, કુંજમ અને અન્ય વિસ્તારોમાં 20 થી 30 સે.મી. બરફ પડયો છે. મનાલીમાં 18 મી.મી. બરફ પડયો છે. ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વરસાદ પડયાના અહેવાલો છે. દિલ્હીમાં ગઇકાલે હળવો વરસાદ પડયો હતો.