રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 4 મે 2021 (08:32 IST)

બિલ અને મેલિંડા ગેટ્સના 27 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત, બોલ્યા - હવે આગળ સાથે નથી જીવી શકતા

માઈક્રોસોફ્ટ કો-ફાઉંડર બિલ ગેટ્સ અને તેમની પત્ની મેલિંડા ગેટ્સે પોતાના 27  વર્ષના લગ્નનો અંત લાવતા બંનેયે અલગ રહેવાનો નિર્ણય લીધો. બંને તરફથી રજુ એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે તેઓ પોતાના વૈવાહિક સંબંધો ખતમ કરી રહ્યા છે, અને જીવનના આગામી પડાવમાં તેઓ બંને સાથે નથી રહી શકતા. જો કે જુદા થઈને પણ બંને વચ્ચે એક કડી રહેશે જે તેમને જોડી રાખશે. 
 
ઉલ્લેખનીય છ એકે બંનેયે એવુ પણ એલાન કર્યુ છે કે છુટાછેડા પછી પણ તે બિલ એંડ મેલિંડા ગેટ્સ ફાઉંડેશન માટે સાથે કામ કરતા રહેશે 
 
બંનેયે  તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક નિવેદન રજુ કર્યુ છે. જેના મુજબ 'અમારા સંબંધો વિશે ખૂબ વિચાર્યા પછી અને તેને બચાવવાની દરેક શક્ય કોશિશ કર્યા બાદ અમે અમારા લગ્ન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 27 વર્ષોમાં, અમે ત્રણ શાનદાર બાળકોને ઉછેર્યા અને એક એવુ ફાઉંડેશન બનાવ્યુ જે દુનિયાભરમાં લોકોને એક સ્વસ્થ અને લાભકારી જીવન આપી શકે. અમે બંને આ ફાઉંડેશન માટે આગળ પણ કામ કરતા રહીશુ પણ પતિ-પત્નીના રૂપમાં અમારા જીવનના આગામી પડાવમાં જીવી નથી શકતા.  અમે નવુ જીવન શરૂ કરવા જઈ રહ્યા છે. તેથી લોકો પાસે અમારા પરિવાર માટે સ્પેસ અને પ્રાઈવેસી કાયમ રાખવાની આશા રાખીએ છીએ. 
 
 
બિલ અને મેલિન્ડા ગેટ્સે 1994 માં હવાઈમાં લગ્ન કર્યા. બંનેની મુલાકાત 1987 માં એ વખતે થઈ હતી જ્યારે મેલિંડાએ માઈક્રોસોફ્ટ કંપનીમાં એક પ્રોડક્ટ મેનેજરના રૂપમાં કામ કરવુ શરૂ કર્યુ હતુ.  કામના સંદર્ભમાં રાખવામાં આવેલ એક ડિનર દરમિયાન જ બિલ ગેટ્સનુ દિલ મેલિંડા પર આવી ગયુ હતુ. 
 
ઉલ્લેખનીય છે કે બંને બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉંડેશનના ટ્રસ્ટી છે. આ સંસ્થાને વર્ષ 2000માં લોંચ કરવામાં આવી હતી.