બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 16 મે 2022 (17:16 IST)

કપડાને આગ લગાવીને વર-વધુએ મારી એંટ્રી, આ ખતરનાક વીડિયો પણ શેયર કર્યો

Bride And Groom Set Themselves On Fire Stunt
દરેક લગ્નમાં આ વાત પર ફોકસ કરવામાં આવે છે કે વર-વધુને એંટ્રી કેવી રીતે કરાવવી જોઈએ. કેટલાક લોકો ક્રિએટિવ રીત અપનાવે છે. તો કેટલાક એવુ જેને જોઈને લગ્નમં આવેલા લોકો તાળીઓ વગાડે. 
 
બીજી બાજુ કેટલાક લોકો અ લેવલ ને પણ પાર કરી જાય છે. 
 
આવુ જ અમેરિકાના એક કપલે કર્યુ છે. તેમણે પોતાના લગ્ન દરમિયાન  એવી એંટ્રી લીધી જેને જોઈને દરેક કોઈ ગભરાય ગયા. કારણ કે તેમણે પહેલા પોતાના કપડાને આગ લગાવી અને પછી તે આ ખતરનાક સ્ટંટને અંજામ આપતા લગ્નમાં એંટર થયા. 
 
બંને સ્ટંટ્સ કરે છે
 
Gabe Jessop અને Ambyr Bambyr, બંને જ સ્ટંટ કરે છે. તેમણે પોતાના લગ્નના દિવસે પણ કંઈક આવુ જ કરવાનુ વિચાર્યુ જેને જોઈને મહેમાનો પણ નવાઈ પામે. 
 
સામાન્ય રીતે લગ્નમાં લોકોના હાથમાં ફુલ હોય છે, તે ખૂબ આરામથી હસતા હસતા ફોટો પડાવી રહ્યા હોય છે.  પણ આ કપલે આવુ ન કર્યુ. તેમણે આગ સાથે સ્ટંટ કરતા લગ્નમાં એંટ્રી કરી.