બુધવાર, 3 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (11:55 IST)

કોરોના સંક્રમિતોના જીવ સાથે રમી રહ્યો છે, બીમારોને મેટલ બોક્સમાં કેદ કરી રહ્યું છે ચીન, જુઓ વીડિયો

China is playing with the lives of infected corona
Photo : Twitter
ચીનએ આ સમયે તેમના જીરો કોવિડ પોલીસી પર અમલ કરવુ શરૂ કરી દીધુ છે. પણ આ પૉલીસી હેઠણ તે કોરોના વાયરસથી સંક્રમિતોના જીવ સાથે રમી રહ્યો છે. તે બીમર લોકોને મેટલ બૉકસમાં કેદ કરીને રાખી રહ્યો છે. એવા લાખો લોકોને તેણે ક્વારંટીન શિબિરોમાં મોકલવામાં આવે છે. તેના અમાનવીય કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ચીનની અમાનવીય હરકતોના કેટલાક વીડિયો દર્શાવે છે કે તેણે લાખો લોકોને ક્વોરેન્ટાઈન કેમ્પમાં રાખ્યા છે. તે જ સમયે, ઘણા ચેપગ્રસ્ત દર્દીઓને મેટલ બોક્સમાં કેદ કરવામાં આવ્યા છે. આવતા મહિને ચીન વિન્ટર ઓલિમ્પિકની યજમાની કરવા જઈ રહ્યું છે. જેને લઈને તેણે અહીં પોતાની કડકાઈ વધારી દીધી છે.

ચીનના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે ત્યાં કડક પ્રતિબંધોના નામે નાગરિકો સાથે કેવું વર્તન કરવામાં આવે છે. આ એક દુઃસ્વપ્નથી ઓછું નથી. ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને પણ મેટલ બોક્સમાં રાખવામાં આવી રહ્યા છે. જ્યારે કોવિડ સંક્રમિત થાય છે, ત્યારે તેને બે અઠવાડિયા સુધી આ બોક્સમાં કેદ કરવામાં આવે છે. જેમાં લાકડાના પલંગ અને શૌચાલય બનાવવામાં આવ્યા છે.