મુસ્લિમ મહિલાઓ સાથે ચીનની ગંદી હરકત, પારકા પુરૂષો સાથે સુવા માટે કરાવાય રહ્યુ છે દબાણ
ચીન પોતાના ઉતર પશ્ચિમ વિસ્તારમાં રહેનારા ઉડગર મુસલમાનો વિરુદ્ધ દમનના નવા તરીકે અજમાવતુ રહે છે. તેનો નવો તરીકો તમારા હોશ પણ ઉડાવહે અને તે ખૂબ જ ગદો અને શરમજનક પણ છે. ચેને ઉડગર મુસ્લિમ (Uighur Muslims)મહિલાઓ માટે જોડી બનાવો અને પરિવાર બનો પોગ્રામ ચલાવી રહી છે. જેના હેઠળ તે ચીની પુરૂષ અધિકારીઓને તેમના ઘરે મોકલે છે. જેમા મહિલાઓને એક જ પથારી પર સૂવા માટે મજબૂર કરવામાં આવે છે.
દુનિયાભરમાં નિર્વાસનમાં રહી રહેલા ઉડગર મુસલમાન આ પોગ્રામનો જોરદાર રીતે વિરોધ કરી રહ્યા છે તેને અપમાન બતાવી રહ્યા છે. પણ ચીન તેને યોગ્ય ઠેરવી રહ્યુ છે. જોડી બનાવો અને પરિવાર બનો. પોગ્રામ જિનજિયાંગ (Xinjiang)ના ઉડગર સ્વાયત્તશાસી વિસ્તારમાં લભગ ત્રણ વર્ષથી ચલાવાય રહ્યો છે. પણ અત્યાર સુધી આના વિશે સમાચાર બહાર આવી શક્યા નહોતા.
જોડી બનાવો અને પરિવાર બનો કાર્યક્રમ ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા બનાવાયો છે. આ માટે પાર્ટી કૈડરના એક લાખ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેમને આ પોગ્રામમાં રિલેટિવ્સ એટલે કે સંબંધીઓ કહેવામાં આવે છે. જે એકલી ઉડગર મુસ્લિમ મહિલાઓના ઘરમાં અધિકારથી જાય છે.
એક રિલેટિવ એટલે કે એક ચીની અધિકારીને અનેક ઉડગર મુસ્લિમોના ઘર અલૉટ કરવામાં આવે છે. આ ખાસ કરીને એ ઘર હોય છે જેમના પુરૂષ સભ્ય ચીનના કૈપોમાં મોકલવામાં આવી ચુક્યા છે. આ કૈપ જેલની જેવા જ હોય છે. સામાન્ય રીતે ઉડગર વિસ્તારના ક્ષેત્રોમાં મોટાભાગના પુરૂષ આ કૈપોમાં મોકલાય ચુક્યા છે. આ વિસ્તારના ઘરમાં હવે સ્ત્રીઓ કે બાળકો જ જોવા મળે છે.
આંકડા મુજબ લગભગ દસ લાખ ઉડગર મુસ્લિમ પુરૂષ કૈપોમાં રાખવામાં આવ્યા છે. ચીન માને છે કે ઉડગર જે રીતે ધર્મ પ્રત્યે કટ્ટર અને અલગ રાજકારણીય વિચાર ધરાવે છે જેને કારણે તેઓ દેશ માટે ખતરનાક છે. તેને ખતમ કરવા જરૂરી છે. આ જ વિચારથી ચીને ભૂતકાળમાં પણ અનેક પગલા ઉઠાવ્યા છે. જેમા મસ્જિદ તોડવાથી લઈને ઉર્દૂ કે ઉડગર જુદા કરી દેવ જેવી વાતોનો સમાવેશ છે.
ચીની પુરૂષોને સાથે રાખવા માટે રોકી નથી શકતી ઉડગર સ્ત્રીઓ
રિપોર્ટ કહે છે કે ચીની પુરૂષ અધિકારી એટલે કે રિલેટિવ જે પણ ઉડર મુસ્લિમ મહિલાના ઘરે મોકલવામાં આવે છે ત્યા રહેવાથી તેમને કોઈ રોકી શકતુ નથી. તેમને રાખવા જરૂરી છે. આ પુરૂષ ઓછામાં ઓછા 6 દિવસ મહિલા સાથે રહે છે.
સવરથી લઈને સાંજ તેમની દરેક ગતિવિધિમાં ભાગ લે છે. તેમની સાથે વાત કરે છે. તે ઘરમાં ક્યાય પણ જઈ શકે છે. તેમની કોશિશ રહે છેકે એકલી રહેતી ઉડગર મહિલાઓને ભાવનાત્મક રીતે નિકટ લાવીને ચીનની મુખ્યધારામાં લાવવાની હોય છે. ટૂકમાં સ્ત્રીઓએ તેમને પોતાના સંબંધીઓ સમજવાના છે. એવો જ વ્યવ્હાર કરવાનો છે.
એક જ પથારી પર ઉડગર મહિલા સાથે સૂવે છે
સૌથી આશ્ચર્યની વાત એ છે કે રાત્રે જ્યારે સૂવાનો વખત આવે છે તો ઉડગર મુસ્લિમ મહિલા ન તો તેમને જુદા રૂમમાં સૂવાનુ કહી શકે છે અને ન તો અલગ પથારી આપી શકે છે. પરંતુ આ મહિલાઓને રિલેટિવ બનીને આવેલા ચીની પુરૂષોને પોતાની સાથે એ જ પથારી પર સૂવડાવવાના હોય છે જેના પર તે પોતે સૂવે છે.
ઉડગર સ્ત્રીઓ વિરોધ કરતી નથી
આ મામલે ઉડગર મહિલાઓ ન તો કોઈ વિરોધ કરે છે કે ન તો આ વ્યવસ્થાથી અલગ જઈ શકે છે. તેને માનવુ જ પડશે નહી તો તેને દંડિત કરવામાં આવી શ્કએ ચ હે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીનુ કહેવુ છે કે સંબંધી બનીને ગયેલા ચીની પુરૂષ અધિકારી દરેક પરિવારમાં સારી વ્યક્તિના રૂપમાં હળે મળે છે. ચીન નકારે છે કે ક્યાય પણ આ પોગ્રામનો વિરોધ થઈ રહ્યો નથી.
ચીની અધિકારી પોતાની સાથે શરાબ અને પોર્ક પણ લઈને આવે છે. અન તે સાથે જ બેસીને પોતે ખાય છે અને મેજબાનને પણ તેનુ સેવન કરવાનુ દબાણ કરે છે.