શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 5 ઑગસ્ટ 2017 (15:47 IST)

ચીનનું એલાન - 19 ઓગસ્ટના રોજ કરશે ભારત પર હુમલો... !!

ભારત ચીનનો વિવાદ હવે તેમની ચરમ સીમા પર પહોંચી ગયો છે. ચીની વિશેષજ્ઞોએ કહ્યુ કે ચીન ડૉકલામમાં ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલ સૈન્ય ગતિવિધિને ખૂબ લાંબા સમય સુધી રહેવાની મંજુરી નથી આપતુ.. અને બે અઠવાડિયાની અંદર ભારતીય સૈનિકોને કાઢવા માટે નાની મોટી સૈન્ય કાર્યવાહી કરશે. 
 
ઉલ્લેખનીય છે કે ચીનની ચેતાવની આ બે અઠવાડિયા આજથી ઠીક 19 ઓગસ્ટના રોજ થઈ રહ્યા છે. ચીની વિશેષજ્ઞોએ કહ્યુ કે છેલલ 24 કલાકની અંદર છ મંત્રાલયો અને સંસ્થાનોએ આ ઘટના પર ટિપ્પણી કરી છે. 
 
ઉલ્લેખનીય છેકે ગુરૂવારથી શુક્રવાર સુધી ચીનના વિદેશ મંત્રાલય રક્ષા મંત્રાલય ભારતમાં ચીની દૂતાવાસ અને પીપુલ્સ ડેલી સહિત બે મંત્રાલયો અને ચાર સંસ્થાનોએ ડોકલામ, તિબ્બત સ્વાયત્ત ક્ષેત્રમાં  ચીન અને ભારત વચ્ચે સૈન્ય ગતિરોધ પર પોતાની ટિપ્પણી રજુ કરી. 
 
ચીનની સરકારી વેબસાઈટ ગ્લોબલ ટાઈમ્સ મુજબ તેમણે પોતાની ટિપ્પણીમાં કહ્યુ કે આ વિવાદ લગભગ બે મહિનાથી સતત ચાલી રહ્યો છે અને અત્યાર સુધી આ વિવાદનો કોઈ અંત દેખાય રહ્યો નથી. 
 
રક્ષા મંત્રાલયના પ્રવક્તા રેન ગુઓકિઆંગે ગુરૂવારે ચીનની સરકારી વેબસાઈટ ગ્લોબલ ટાઈમ્સમાં એક પોસ્ટમાં કહ્યુ હતુ કે જો ભારત સાચે જ શાંતિ ઈચ્છે છે તો ભારતે ડોકલામથી તરત પોતાના સૈનિકોને પરત બોલાવી લેવા જોઈએ. 
 
આ પહેલા શંઘાઈ અકાદમીના શોધકર્તા હૂ ઝીયઆંગે કહ્યુ હતુ કે ચીની સૈનિક ખૂબ લાંબા સમય સુધી ભારતીય સૈનિકોની ઘુસપેઠને સહન નહી કરે.. જો ભારત પોતાના સૈનિકોને પરત લેવાની ના પાડશે તો ચીન બે અઠવાડિયાની અંદર એક નાના પાયા પર સૈન્ય અભિયાન ચલાવી શકે છે. 
 
હૂ એ કહ્યુ કે સૈન્ય કાર્યવાહીનુ લક્ષ્ય ચીની અધિકારીઓમાં ગેરકાયદેસર રૂપે ભારતીય ક્ષેત્રને જપ્ત કરવાનુ કે તેમને રદ્દ કરવાનુ રહેશે. ચીની પક્ષ પોતાના ઓપરેશન પહેલા ભારતીય વિદેશ મંત્રાલયને આની સૂચના આપશે. 
 
ચીન સેંટ્રલ ટેલીવિઝને શુક્રવારે જણાવ્યુ કે અમારા સીસીટીવી ફુટેજમાં એ સ્પષ્ટ દેખાય રહ્યુ છે કે તિબ્બતમાં તાજેતરના દિવસોમાં લાઈવ ફાયર અભ્યાસ આયોજીત કરવામાં આવ્યો હતો. આ પ્રેકટિસ સવારે 4 વાગ્યે શરૂ થઈ હત ઈ અને તિબ્બતી સૈનિકોનુ એક સમૂહે ઝડપથી જમીનમાં બોમ્બ ડાંટી રહ્યા હતા...