રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 16 ઑગસ્ટ 2024 (16:41 IST)

ચિનાવાટ બન્યાં થાઇલૅન્ડનાં સૌથી નાની ઉંમરનાં વડાં પ્રધાન

thailand
થાઇલૅન્ડની સંસદે પાએટોંગટાર્ન ચિનાવાટને વડાં પ્રધાનપદ પર ચૂંટ્યાં છે. ચિનાવાટ થાઇલૅન્ડના પૂર્વ નેતા અને અબજપતિ ટાકસિનનાં પુત્રી છે.
 
37 વર્ષનાં ચિનાવાટ થાઇલૅન્ડના ઇતિહાસમાં સૌથી નાની વયનાં વડાં પ્રધાન બન્યાં છે. સાથે આ પદ પર પહોંચનારાં બીજા મહિલા વડાં પ્રધાન છે.
 
આંટી યિંગલુક થાઇલૅન્ડનાં વડાં પ્રધાન બનનારાં પહેલા મહિલા હતા. પૂર્વ વડા પ્રધાન શ્રીથા ટાવિસિનને સંવૈધાનિક કોર્ટે બરખાસ્ત કર્યાના બે દિવસ બાદ ચિનાવાટને વડાં પ્રધાનપદે ચૂંટી કાઢવામાં આવ્યા છે.
 
ચિનાવાટ ફઉ થાઈ પાર્ટીના નેતા છે. ચિનાવાટના પરિવારના ચાર સભ્યો પહેલાં પણ થાઇલૅન્ડના વડા પ્રધાનપદ સંભાળી ચૂક્યા છે. તેમના પિતા ટાકસિન, કાકી યિંગલક સહિત ત્રણ વડા પ્રધાનોને તખ્તાપલટ કે સંવૈધાનિક નિર્ણયો બાદ પોતાનું પદ છોડવાની ફરજ પડી હતી.