રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 7 માર્ચ 2024 (11:49 IST)

ચીની સોફ્ટવેર એન્જિનિયર ચોરી કરતો હતો ગૂગલની AI ટેક્નોલોજી! અમેરિકામાં ધરપકડ

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેંતના મુજબ પૂર્વ સૉફ્ટવેર ઈંજીનીયર ચોરીથી 2 ચાઈનીઝ કંપની સાથે કામ કરી રહ્યો હતો. ગૂગલએ આ પૂર્વ સૉફટવેર ઈજીનીયરનો નામ નિનવીએ ડિંગ છે. જે એક ચીની નાગરિક છે. લિનવેઈ ડિંગને કેલિફોર્નિયાના નેવાર્કમા બુધવારે ધરપકડ કરવામાં આવી છે. 
 
ગૂગલમાં કામ કરતો ચીનનના એક ઈંજીનીયર પર કંપનીએ એઆઈ ટેક્નોલોજીની ચોરી કરવાના આરોપ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે તે ગૂગલની સાથે કામ કરવાની સાથે-સાથે ચોરીથી ચીનની બે કંપનીઓની સાથે કામ કરી રહ્યો હતો. આ ચીની ઈંજીનીયરને પકડી લીધુ છે. 


 
અમેરિકામાં બુધવારે ડિંગને કેલિફોર્નિયાના નેવાર્કમાં ધરપકડ કરી છે. તેને કથિર રીતે ગૂગલના નેટવર્કથી કોંફીડેંશિયલ જાણકારી તેમના પર્સનલ અકાઉંતથી ટ્રાસફર કરી હતી. તે દરમિયાને એઆઈ ઈંડસ્ટ્રીમાં કામ કરતા ચીની કપનીઓ સાથે ગુપ્ત રીતે સામેલ હતો અટાર્ની જનરલએ કહ્યુ કે જસ્ટિસ ડિપાર્ટમેંત એઆઈ અને બીજા એડવાસ્ડ દેશની સુરક્ષાને જોખમમાં મૂકતી ટેક્નોલોજીની ચોરીને સહન નહીં કરે. તેમણે કહ્યું કે અમે અમેરિકામાં વિકસિત સંવેદનશીલ ટેક્નોલોજીને દરેક કિંમતે સુરક્ષિત કરીશું જેથી તે ખોટા હાથમાં ન જાય અને તેનો દુરુપયોગ ન થઈ શકે.

 
રિપોર્ટ મુજબ લિનવે ડિંગએ ગૂગલએ વર્ષ 2019મા& કામ પર રાખ્યુ હતુ. તે ગૂગલના સુપરકમ્યુટિંગ ડાટા સેંટર્સમાં ઉપયોગ કરાયા સોફટવેર ડેવલપ કરવાનો કામ કરતો હતો. 
 
 
રાજીનામા પછી સામે આવી સત્યતા 
મુકદમામાં કહેવાયુ કે જૂન 2022માં ચીનની ટેક્નોલોજી કંપની બીજીંગ રોંગશુ લિઆંઝી ટેક્નોલોજીના ચીફ એગ્જીક્યુટિવ ડીંગનો સંપર્ક કર્યો હતો. તેમણે ડીંગને ચીફ ટેક્નોલોજી ઓફિસર તરીકે નિયુક્ત કર્યા.
પોઝિશન અને $14,800 નો માસિક પગાર ઓફર કરવામાં આવ્યો હતો. મે 2023ના થોડા સમય પહેલા, ડિંગે ચીનમાં પોતાની કંપનીની સ્થાપના કરી હતી. તેનું નામ શાંઘાઈ ઝિસુઆન ટેકનોલોજી હતું. આરોપ છે. તે ડિંગે આ બંને કંપનીઓ સાથેના તેના સંબંધો વિશે ગૂગલને ક્યારેય જાણ કરી નથી. ડીંગે ડિસેમ્બર 2023માં ગૂગલમાંથી રાજીનામું આપ્યું હતું. આ પછી તેની નેટવર્ક એક્ટિવિટી હિસ્ટ્રી તપાસમાં આ વાત બહાર આવી છે.
 
Edited By-Monica sahu