શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 27 ડિસેમ્બર 2022 (08:42 IST)

કોરોના: ચીન વિદેશી પ્રવાસીઓ માટે ક્વોરૅન્ટીનનો નિયમ પાછો ખેંચશે

china corona
ચીને એલાન કર્યું છે કે, આગામી 8મી જાન્યુઆરીથી ચીનમાં આવનારા વિદેશી યાત્રીઓને ક્વોરૅન્ટીન નહીં રહેવું પડે.
 
ચીને તેની ઝીરો-કોવિડ નીતિમાં છૂટછાટ આપીને આ નિર્ણય લીધો છે.
 
ચીનની સરકાર છેલ્લા કેટલાક દિવસોથી સતત કોરોના સંબંધિત પ્રતિબંધોમાં છૂટછાટ આપી રહી છે.
 
આ દરમિયાન ચીનમાં કોરોનાના કેસમાં એક મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.
 
સ્વાસ્થ્ય ક્ષેત્રના કર્મચારીઓએ કહ્યું છે કે, “બદલાયેલી સ્થિતિને સંભાળવા માટે તેઓ ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે.”
 
ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ મુદ્દા પર તેમના અધિકારીઓને કહ્યું છે કે, “તેઓ લોકોના જીવન બચાવવા માટે શક્ય તેવા તમામ પ્રયાસ કરે.”
 
આ સાથે જ ચીનની સરકારી મીડિયા અનુસાર, જિનપિંગે કહ્યું છે કે, “બદલાયેલી પરિસ્થિતિ સામે સામનો કરવા માટે વધુ પ્રભાવશાળી ઉપાયોની જરૂર છે.”
 
છેલ્લા કેટલાક દિવસથી ચીને કોવિડ સંબંધિત આંકડા જાહેર કરવાનું બંધ કરી દીધું છે, પરંતુ ચીનમાં રોજ હજારો લોકોના મૃત્યુ થવાની આશંકા છે.
 
વર્ષ 2020ના માર્ચ મહિના પછી ચીનમાં આવનારા દરેક વિદેશી યાત્રીઓ માટે ક્વોરૅન્ટીન રહેવું અનિવાર્ય હતું.