શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: લાહોર. , બુધવાર, 17 મે 2017 (10:36 IST)

પાકિસ્તાનમાં કૂતરાને સંભળાવી મોતની સજા, જાણો કેમ

પાકિસ્તાનના પંજાબ શહેરમાં કૂતરાને મોતની સજા સંભળાવવનો અનોખો મામલો સામે આવ્યો છે. કૂતરાએ એક બાળકને કરડવાનો ગુન્હો કર્યો હતો. જિયો ટીવીની રિપોર્ટ મુજબ પંજાબ શહેરના ભક્કરમાં સહાયક આયુક્ત રાજા સલીમે કૂતરાને મોતની સજા સંભળાવી. કારણ કે તેણે એક બાળકને બચકું ભર્યુ હતુ.   સલીમના મુજબ મોતની સજા માનવીય આધાર પર સંભળાવી છે. 
 
સહાયક પ્રમુખે કહ્યુ, 'કૂતરાએ બાળકને ઘાયલ કર્યો. આવામાં તેને મારી નાખવો જોઈએ' એક અધિકારીએ કૂતરાની નોંધણી તપાસવાનો પણ આદેશ આપ્યો. બીજી બાજુ કૂતરાના માલિક જમીલે અતિરિક્ત ઉપાયુક્ત ના સમક્ષ  નિર્ણય સંભળાવ્યો.  હવે આ મામલાને લઈને ફરીથી સજા આપવી અયોગ્ય રહેશે.  જમીલનુ કહેવુ છે કે પોતાના કૂતરાને ન્યાય અપાવવા માટે તે હવે બધા કોર્ટનો દરવાજો ખખડાવશે.