1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: વોશિંગટન , બુધવાર, 4 નવેમ્બર 2020 (12:55 IST)

US Election Results: મતોની ગણતરી વચ્ચે ડોનાલ્ડ ટ્રંપ-જો બાઈડેનની તૂતૂ-મૈમૈ, પરિણામોના એલાન પર સામસામે

. અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતની ગણતરી વચ્ચે દેશના સૌથી ઊંચા પદના ઉમેદવાર વચ્ચે જુબાની જંગ ઝડપી થઈ ગઈ છે. ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેન અને રિપબ્લિકન કૈડિડેટ ડોનાલ્ડ ટ્રંપની ટ્વિટર પર તૂતી-મૈમૈ શરૂ થઈ ગઈ છે. ટ્રંપે ટ્વીટ કર્યુ કે તે જીતનુ એલાન કરવાના છે જેના પર બાઈડેને ટ્વીટ કર્યુ કે વિજેતાના એલાનનો અધિકાર તેમને કે ટ્રંપને નથી પણ જનતાને છે.  બીજી બાજુ ટ્રંપે ડેમોક્રેટ પક્ષ પર ચૂંટણીમાં ગોલમાલનો આરોપ લગાવતા જે ટ્વીટ કર્યુ, ટ્વિટરે તેને ફ્લૈગ કરી દીધુ. 
 
ટ્રમ્પનો દાવો, કરશે જીતનુ એલાન 
 
બાઈડેને કહ્યું કે આવતીકાલે સવાર (ભારતીય સમય પ્રમાણે બુધવારે સાંજે) પરિણામ બહાર આવી શકે છે. સાથે જ ટ્રમ્પે જાહેરાત કરી કે તેઓ નિવેદન આપવા જઈ રહ્યા છે અને આગળ લખ્યું - 'એક મોટી જીત'. ટ્રમ્પના અન્ય એક ટ્વિટને ટ્વિટર દ્વારા ફ્લૈગ કરવામાં આવ્યું હતું જેમાં તેમણે લખ્યું છે - 'અમે એક મોટી જીત તરફ છીએ પરંતુ તેઓ ચૂંટણીમાં ચોરીનો પ્રયાસ કરી રહ્યા છે. અમે તેમને તે કરવા નહી દઈએ. મતદાન બંધ થયા પછી મત નાખી શકાતા નથી. '
 
બાઈડેનને જીતની આશા 
 
બાઈડેને દાવો કર્યો છે કે આશા મુજબના પરિણામો આવી રહ્યા છે.. તેમણે પોતાના તમામ સમર્થકોનો આભાર પણ માન્યો.બાઈડેને કહ્યું, "વિશ્વાસ રાખો, આપણે ચૂંટણી જીતી રહ્યા છીએ. બાઈડેને કહ્યું છે કે ડેમોક્રેટ્સ એરિઝોનાને લઈને આશાવાદી છે અને વિસ્કોન્સિન અને મિશિગનને લઈને સારી ફિલિંગ અનુભવી રહ્યા છે. તેમણે પેન્સિલવેનિયામાં જીતનો દાવો કર્યો છે. બાઈડેને એમ પણ કહ્યું છે કે તે હજી પણ જ્યોર્જિયાની રેસમાં છે.
 
બાઈડેનને તાક્યુ ટ્રમ્પ પર નિશાન 
 
ટ્રમ્પ પર આકરા પ્રહાર કરતા બાઈડેને એમ પણ કહ્યું હતું કે પરિણામો જાહેર કરવા એ  તેમનો અથવા ટ્રમ્પનો અધિકાર નથી આ વોટરોનો અધિકાર છે. બાઈડેને અને તેમના સાથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે એ લોકોને લાઈનમાં ઉભા રહેવાનુ કહ્યુ છે જે વોટ કરવા પહોચ્યા પણ વોટ ન આપી શક્યા.  તેમણે અપીલ કરી હતી કે લાઈનમાં ઉભેલા લોકોએ પાછા ન જવુ જોઈએ કારણ કે દરેક મત મૂલ્યવાન છે.