Ajab Gajab - મૈક્સિકોના મેયરે મગર મચ્છ સાથે લગ્ન કર્યા

શુક્રવાર, 7 જુલાઈ 2017 (14:01 IST)

Widgets Magazine
marry with crocodile

મિત્રો સમાચાર તો તમે રોજ સાંભળતા હશો પણ આજથી અમે અમારી ચેનલ સમાચાર જરા હટકે... દ્વારા તમારી સામે એવા સમાચાર લાવીશુ જે થોડા જુદા અને તમને વિચાર કરતા મુકી દે તેવા હશે... 
 
તો આવો આજે અમે સમાચાર જરા હટકે.. મા તમને બતાવવા જઈ રહ્યા છીએ  કે મેક્સિકોના મેયરે કર્યા તેના વિશે.. 
 
તમે વિચારશો કે શુ કોઈ માણસ મગરમચ્છ સાથે લગ્ન કરી શકે છે ? કદાચ તમારો જવાબ નહી હશે પણ તાજેતરમાં એક મેયરે મગરમચ્છ સાથે લગ્ન રચાવ્યા છે. જી હા મૈક્સિકોના સૈન પેડો હુઆમેલુલાના મેયર વિક્ટર એગુઈલરના લગ્ન ચર્ચામાં છે. કારણ કે અહીના મેયરે મગરમચ્છ સાથે લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયા પર પણ લોકો તેમના લગ્ન વિશે સાંભળીને શોક્ડ થઈ રહ્યા છે. 
 
સૌથી વધુ આશ્ચર્યની વાત તો એ છે કે જૂનના અંતમાં જ આ લગ્ન સંપૂર્ણ રીત રિવાજથી થયા છે. લગ્નમાં માદા મગરમચ્છને દુલ્હનની જેમ સંપૂર્ણ રીતે સજાવવામાં આવી હતી. તેને રિવાજો મુજબ સફેદ રંગનું ગાઉન પહેરાવવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત તેના માથા પર ફૂલોનો ક્રાઉન પણ હતો.  બીજી બાજુ મેયરને પણ વરરાજાની જેમ જ તૈયાર કરવામાં આવ્યા હતા. 
લગ્નમાં મોટી સંખ્યામાં લોકો હાજર થયા હતા. મેયર બૈડબાજા અને વરઘોડા સાથે મગરમચ્છને નવવધુ બનાવવા પહોંચ્યા હતા. મેહમાનોને સ્વાદિષ્ટ વ્યંજનો ઉપરાંત પારંપારિક દારૂ પણ પીરસવામાં આવ્યો હતો. 
 
હવે તમારા મનમાં સવાલ એ ઉભો થયો હશે કે શુ કારણ છે કે એક માણસ થઈને કોઈ યુવતી નહી પણ એક મગરમચ્છ સાથે લગ્ન કરવા પડ્યા છે. તો ચાલો અમે તમને બતાવીએ કે મૈક્સિકોમાં માછલીનો વેપાર ખૂબ મોટો હોય છે. અહી લગભગ 200 વર્ષ જૂની એક માન્યતા છે કે કે જો મગરમચ્છ સાથે લગ્ન કરવામાં આવે તો સમુદ્રમાં માછલીઓ અને અન્ય સી-ફૂડની સંખ્યામાં વધારો થાય છે.  અને તમને જાણીને નવાઈ લાગશે કે લોકોને ફાયદો પણ થાય છે.  તેથી જ તો અહી મેયરને પણ મગરમચ્છ સાથે લગ્ન કરવાની પરંપરા નિભાવવી પડે છે.  અહી રહેનારા લોકોનુ માનવુ છે કે મગરમચ્છ એક રાજકુમારી છે અને તેની સાથે પ્રેમ અને લગ્ન કરવાથી અહીના સમુદ્રમાં ઘણી બધી માછલીઓ આવશે.  આ લગ્ન મૈક્સિકન રીત-રિવાજ મુજબ કરવામાં આવ્યા છે.  લગ્ન દરમિયાન આતિશબાજી, ડાંસ અને લોકનૃત્યનો નજારો પણ જોવા મળ્યો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સુરતમાં બ્લેકમનીના બાદશાહ ભજિયાવાલાની સંપત્તિ ટાંચમાં લેવાશે

દેશમાં નવેમ્બર મહિનામાં નૉટબંધી બાદ સુરતના કિશોર ભજિયાવાલાએ બૅંકમાં કરોડોની રોકડ રકમ જમા ...

news

જાન્‍યુઆરીથી એપ્રિલ-ર૦૧૭ સુધીમાં અકસ્‍માતોમાં ૧૪રરનો ઘટાડો

માર્ગ સલામતી માનવીના જીવનને સીધી રીતે સ્પર્શતી બાબત છે. રાજ્ય સરકાર પણ માર્ગ સલામતી અંગે ...

news

Amul Dairyને બાનમાં લેનારા ઠાકોર સેનાના 300 કાર્યકરોની અટકાયત

ગુજરાતમાં સામાજિક આંદોલનો ફરી વકરી રહ્યાં છે. ત્યારે ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરે સમગ્ર ...

news

વડોદરામાં Sayajirao Gaekwadની કરોડોની પ્રોપર્ટીને લઈને કોર્ટમાં રીટ કરાઈ

રાજવી પરિવારનાં સભ્ય ગણાવતાં કેટલાક સભ્યોએ વડોદરાના આખા ઈતિહાસને પડકારીને ચાર વર્ષ પૂર્વે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine