શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 15 ઑગસ્ટ 2021 (09:33 IST)

ભૂકંપથી ધ્રૂજ્યો કેરેબિયન દેશ હૈતી, 227 ના મોત, સેંકડો ઘાયલ અથવા ગુમ

પોર્ટ-ઓ-પ્રિન્સ. કેરેબિયન દેશ હૈતીમાં વિનાશક ભૂકંપથી મૃત્યુઆંક વધીને 227 થયો છે. નાગરિક સુરક્ષા એજન્સીએ શનિવારે આ માહિતી આપી હતી.
એજન્સીએ આજે ​​અહીં ટ્વિટર પર જારી કરેલા નિવેદનમાં કહ્યું કે ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 227 થયો છે, જેમાંથી 158 દક્ષિણના છે. સેંકડો લોકો ઘાયલ અથવા ગુમ થયા છે.
 
વ્યવસાયિક બચાવ ટીમો અને સ્થાનિક લોકોએ ઘણા લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં મદદ કરી. ઘાયલ લોકો સતત હોસ્પિટલોમાં પહોંચી રહ્યા છે. હૈતીમાં શનિવારે 7.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અગાઉ, નાગરિક સુરક્ષા એજન્સીએ ભૂકંપમાં મૃત્યુઆંક 29 જણાવી હતી.