સોમવાર, 1 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: કાહિરા. , મંગળવાર, 18 જૂન 2019 (17:32 IST)

મિસ્રના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુર્સીનુ કોર્ટમાં સુનાવણી દરમિયાન નિધન

મિસ્રના રાષ્ટ્રપતિ
મિસ્રના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુર્સી (Mohamed Morsi)કોર્ટમાં સુનાવણી દરમિયાન પડી ગયા અને તેમનુ નિધન થઈ ગયુ  દેશના સરકારી ટીવીએ આ માહિતી આપી છે. સરકારી ટીવીએ જણાવ્યુ કે 67 વર્ષીય પૂર્વ રાષ્ટ્ર્પતિ જાસૂસીના આરોપમાં કોર્ટની સુનાવણીમાં ભાગ લઈ રહ્યા હત. ત્યારે તેઓ અચાનક બેહોશ થઈ ગયા અને તેમનુ નિધન થઈ ગયુ. તેમની બોડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. મુર્સીને 2012માં દેશના રાષ્ટપતિ તરીકે પસંદગી પામ્યા હત. આ ચૂંટણી મિસ્રના લાંબા સમય સુધી રાષ્ટ્રપતિ રહી ચુકેલા હુસ્ની મુબારકને પદ પરથી હટાવ્યા પછી થઈ હતી. 
 
મુર્સીના સંબંધ દેશના સૌથી મોટા ઈસ્લામી સમુહ મુસ્લિમ બ્રધરહડ સાથે હતો જેને હવે બિનકાયદેસર જાહેર કરવામાં આવ્યા છે. સેનાએ મોટા સ્તર પર વિરોધ પ્રદર્શન પછી 2013માં મુર્સીનો તખતા પલટ કર્યો હતો અને બ્રધરહડને કચડી નાખ્યુ હતુ.  સેનાએ મુર્સી સહિત સમુહના અનેક નેતાઓની ધરપકડ કરી લીધી હતી.