જી-20 સંમેલન માટે જાપાન પહોચ્યા PM મોદી, આ મુદ્દા પર રહેશે જોર

modi in japan
Last Modified ગુરુવાર, 27 જૂન 2019 (09:27 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સંમેલનમાં સામેલ થવા માટે ઓસાકા પહોંચી ગયા છે. ઓસાકા એરપોર્ટ મોદી-મોદીના નારાથી આખું વાતાવરણ ગૂંજી ઉઠ્યું. પીએમ મોદીની આ પહેલી મોટી છે. જાપાનના ઓસાકામાં ગુરૂવારથી જ દુનિયાના સૌથી શક્તિશાળી 20 દેશોનું સંમેલન શરૂ થઇ ગયું છે.


પીએમ મોદીનું ઓસાકા એરપોર્ટ પર જોરદાર સ્વાગત કરાયું અને મોદી-મોદીની સાથે ભારત માતાની જય અને વંદેમાતરમના નારા લગાવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપનના વડાપ્રધાન શિંજો આબે સાથે મુલાકાત બાદ સાડા ત્રણ વાગ્યે ભારતીય સમુદાયના લોકોને મળશે. જી-20 સમિટ માટે રવાના થતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહિલા સશક્તિકરણ, ડિજિટાલાઇઝેશન અને જળવાયુ પરિવર્તન જેવા મુદ્દા પર ખાસ જોર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં 10 દ્વિપક્ષીય બેઠકો કરશે અને શુક્રવારના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે.
વડાપ્રધાન મોદી સિવાય ચીન અને રૂસના નેતા જી 20 શિખર સંમેલનમાં મુલાકાત કરશે અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ‘સંરક્ષણવાદી’ વેપાર નીતિનો મુકાબલો કરવાની રીત પર ચર્ચા કરશે. ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગની 28-29 જૂનના રોજ ઓસાકામાં શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જતા પહેલાં ચીનના સહાયક વિદેશ મંત્રી ઝાંગ જુનએ કહ્યું કે
વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રૂસના રાષ્ટ્રપતિ પુતિન સાથે અલગ-અલગ પણ મુલાકાત કરશે.


આ પણ વાંચો :