સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 14 મે 2019 (12:51 IST)

નિર્દયતા - પત્ની ગ્રેજ્યુએટ ન થઈ જાય તેથી પતિએ કાપી નાખી આંગળીઓ

શુ કોઈ પોતાની પત્નીથી આટલી ઈર્ષા કરી શકે છે કે તેના ગ્રેજ્યુએશનને રોકવા માટે તેની આંગળીઓ જ કાપી નાખે. પણ જી હા આ સત્ય છે. બાંગ્લાદેશમાં એક રૂઢીવાદી અને ઈર્ષાળુ પતિએ પોતાની પત્નીની ઉચ્ચ શિક્ષા રોકવા માટે ધમકી પછી તેની પાંચેય આંગળીઓ જ કાપી નાખી અને હવે જેલમાં છે. 
 
સમાચાર મુજબ સઉદી અરબમાં કામ કરનારા આઠમુ પાસ રફીકુલ ઈસ્લામે પોતાની પત્નીને ઉચ્ચ શિક્ષા મેળવતા રોઅક્વા માટે તેની આંગળીઓ જ કાપી નાખી. આ પહેલા રફીકુલે પોતાની પત્નીને અભ્યાસ ન રોકતા તેનો અંજામ ભોગવાની ધમકી આપી હતી. છતા તેણે અભ્યાસ ચાલુ રાખ્યો હતો. 
 
ઉલ્લેખનીય છે કે રફીકુલની પત્ની તેની મંજુરી વગર જ ગ્રેજ્યુએશન કરી રહી હતી અને તેનાથી તે ખૂબ જ નારાજ હતો. આ ખોફનાક ઘટનને અંજામ આપવા માટે તે પોતાની પત્નીની પાસે ઢાકા પહોંચ્યો અને તેને સરપ્રાઈઝ આપવાનુ કહીને આંખો પર પટ્ટી બાંધી હાથની પાંચ આંગળીઓ જ કાપી નાખી. 
 
એટલુ જ અન્હી પછી રફીકુલના એક સંબંધીએ આ કપાયેલી આંગળીઓ ઉઠાવીને કચરાપેટીમાં નાખી દીધી જેથી કોઈ ડોક્ટર તેને જોડી ન શકે.  પીડિતા મહિલાના પતિ રફીકુલે પોતાનો ગુન્હો કબૂલી લીધો છે અને આ અપરાધ માટે માનવાધિકાર સંગઠનોએ તેને ઉંમરકેદની સજા આપવાની માંગ કરી છે.