શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated :લંડન , બુધવાર, 5 ડિસેમ્બર 2018 (16:20 IST)

સમલૈગિક પાર્ટનર સાથે રહેવા માંગતો હતો, તેથી પત્નીને મારી નાખી.. દોષી ફરાર

ઉત્તરી ઈગ્લેંડના મિડલબરોમાં રહેનારા ભારતીય મૂળના મિતેશ પટેલ (37) ને કોર્ટએ પત્ની જેસિકા (34)ની હત્યાનો દોષી ઠેરવ્યો. જેસિકા આ વષે મે મહિનામાં પોતાના ઘરમાં મૃત જોવા મળી હતેી સુનાવણી ગયા મહિને શરૂ થઈ હતી અને મંગળવારે કોર્ટે નિર્ણય સંભળાવ્યો. મિતેશ પોતાના બોયફ્રેંડ સાથે રહેવા માંગતો હતો. સમલૈગિકોના એક ડેટિંગ એપ ગ્રાઈંડર દ્વારા મિતેશની બોયફ્રેંડ સાથે મુલાકાત થઈ હતી. 
 
ફાર્માસિસ્ટ હતી જેસિકા 
 
વ્યવસાયે ફાર્માસિસ્ટ રહેલી જેસિકાના શરીર પર ઊંડા ઘા હતા. પછી તેમણે મૃત જાહેર કરવામા આવી. મિતેશ હત્યાના આરોપને નકારી રહ્યો હતો. જસ્ટિસ જેમ્સ ગૉસે ઉંમરકેદ જરૂરી બતાવી. 
 
કોર્ટે કહ્યુ કે દોષીએ 20 લાખ પાઉંડનો જીવન વીમાનો પૈસો મેળવવા માટે ક્લેમ કર્યો હતો.  તે ઓસ્ટ્રેલિયામાં પ્રેમી ડો. અમિત પટેલ સાથે રહેવા જવાનો હતો. 
 
કોર્ટે જણાવ્યુ કે મિતેશે પત્નીને મારવા માટે અનેક રીતે ષડયંત્ર રચ્યુ હતુ. 
 
મિતેશે લખ્યુ હતુ - હુ મારી પત્નીને મારવા માંગુ છુ. શુ ઈસુલિનનો વધુ ખોરાક આપી શકાય છે ? શુ મને એક અન્ય ષડયંત્રકર્તાની જરૂર છે ? યૂકે માં એક જીવ લેનારો જોઈએ. કોઈને મારવા માટે કેટલુ મીથાડોનની જરૂર પડે છે. 
 
ગણતરીના દિવસ બચ્યા 
 
મિતેશ ડો. અમિતને જુલાઈ 2015માં લખ્યુ હતુ. -પત્નીના ગણતરીના દિવસ બચ્યા છે. મિતેશ સતત ખુદને નિર્દોષ હોવાનો દાવો કરતો હતો. તેનુ કહેવુ હતુ કે જ્યારે તે ઘરે પરત ફર્યો તો સમાના વિખેરાયેલો પડ્યો હતો અને પત્નીનુ કાંડુ બાંધેલુ હતુ. 
 
પ્રોસિક્યૂટરે પુરાવા રજુ કર્યા કે મિતેશે પોતે જ જેસિકાને ઈસુંલિનનુ ઈંજેક્શન આપ્યા પછી બાંધી દીધો હતો.  પછી તેણે એક સુપરમાર્કેટ બેગમાં નાખી દીધી. જ્યા તેનો જીવ ઘૂંટાઈ જવાથી તેનુ મોત થઈ ગયુ. 
 
જેસિકાના પરિવારજનોએ કહ્યુ - તેના ખૂબ સાધારણ સપના હતા. જે માણસનુ અમારા પરિવારે સ્વાગત કર્યુ. જેને પત્નીની દેખરેખનુ વચન આપ્યુ હતુ. તેણે જ દગો આપ્યો અને જેસિકાનુ જીવન સમાપ્ત કરી નાખુ. 
 
રોજ ચેટ પર વાત કરતો હતો મિતેશ 
 
કોર્ટે જણાવ્યુ કે મિતેશ રોજ પોતાના બોયફ્રેંડ સાથે ગ્રાઈંડર એપ પર વાત  કરતો હતો. ઓસ્ટ્રેલિયામાં રહેનારો ડો. અમિતને મિતેશ પ્રિંસ નામથી બોલાવતો હતો.