1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 15 એપ્રિલ 2024 (13:44 IST)

ઈઝરાયેલ પર ઈરાનના હુમલાથી ભડક્યા G7 દેશ, આપી દીધી આ મોટી ચેતાવણી

iran attack on israel
Iran attack on Israel: ઈરાન તરપથી ઈઝરાયએલ પર કરવામાં આવેલ હુમલા પછી દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ જોવ મળી રહી છે.  આ ક્રમમાં, G7 દેશોના નેતાઓએ ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના હુમલાની આકરી નિંદા કરી છે. G7 દેશોના નેતાઓએ કહ્યું છે કે ઈરાનના આ પગલાથી ક્ષેત્રમાં તણાવ વધવાનો ખતરો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ આ મામલે ચર્ચા કરવા ઈરાનના હુમલા બાદ ઈમરજન્સી બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે.
 
ઈરાને કર્યો હુમલો 
ઉલ્લેખનીય છે કે ઈરાને ઈઝરાયેલ પર 300થી વધુ ડ્રોન અને મિસાઈલો છોડી છે.  ઈરાને કહ્યું કે તેણે સીરિયામાં તેના વાણિજ્ય દૂતાવાસ પર 1 એપ્રિલે થયેલા હુમલાના જવાબમાં આ હુમલો કર્યો હતો. ઈઝરાયેલની સેનાએ રવિવારે કહ્યું કે ઈરાને શનિવારે મોડી રાત્રે હુમલો કર્યો અને તેના પર સેંકડો ડ્રોન, બેલેસ્ટિક મિસાઈલ અને ક્રૂઝ મિસાઈલ છોડવામાં આવી. સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે 300 થી વધુ ડ્રોન અને મિસાઈલ છોડવામાં આવી હતી, જેમાંથી 99 ટકા હવામાં નાશ પામ્યા હતા.

ઈરાન બંધ કરે હુમલા  
 G7 દેશોના નેતાઓએ રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા કરવામાં આવેલા કોન્ફરન્સ કોલ પછી એક સંયુક્ત નિવેદનમાં કહ્યું, "આ પગલાઓ દ્વારા ઈરાને પ્રદેશને અસ્થિર કરવાની દિશામાં પગલું ભર્યું છે, તેનાથી બચવું જોઈએ." અમે પરિસ્થિતિને સ્થિર કરવા અને તણાવને વધતો અટકાવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું. અમે ઇરાન અને તેના સાથી દેશ તેમના હુમલા બંધ કરવાની માંગ કરીએ છીએ. અમે આગળની કાર્યવાહી કરવા તૈયાર છીએ.”
 
G7 સમૂહમાં સામેલ છે આ દેશ 
G7 આ ગ્રુપમાં અમેરિકા, ઈટાલી, જાપાન, જર્મની, ફ્રાન્સ, બ્રિટન અને કેનેડા સામેલ છે. જૂથે ઇઝરાયેલ માટે એકતા અને સમર્થન વ્યક્ત કર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય સાથે ફોન પર ઈઝરાયેલ વિરુદ્ધ ઈરાનના હુમલા અંગે ચર્ચા કરી છે.