Iran-Israel War : 'કોઈપણ શરત વગર કરો શરણાગતિ', ટ્રમ્પે હવે ઈરાનને આપ્યો સ્પષ્ટ સંદેશ, ખામેનીને વિશે કહી આ વાત
Iran-Israel War LIVE: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે પાંચમા દિવસે પણ હવાઈ હુમલા ચાલી રહ્યા છે. તેલ અવીવમાં જોરદાર ધમાકા બાદ અવાજ સંભળાય રહ્યો છે. ઈઝરાયેલ સોમવારે ઈરાની સરકારી ટીવી ના મુખ્યાલય પર બોમ્બમારો કર્યો. બંને દેશો વચ્ચે હવે જંગ વધતી જઈ રહી છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપ તિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે ઈરાનને પોતાના પરમાણુ મહત્વાકાંક્ષા પર એક સમજૂતી પર હસ્તાક્ષર કરવા જોઈતા હતા, જેનાથી ઈઝરાયેલ સાથે મિસાઈલ હુમલાને રોકી શકાતા હતા. ટ્રંપે બધાને તેહરાન ખાલી કરવાનો આગ્રહ કર્યો. મિડિલ ઈસ્ટમાં તનાવપૂર્ણ સ્થિતિને જોતા ટ્રંપે સોમવારે કનાડામાં ગ્રુપ ઓફ સેવન શિખર સંમેલનમાંથી પરત ફરવાની જાહેરાત કરી. ફોકસ ન્યુઝે બતાવ્યુ કે અમેરિકાથી પરત ફરતા પહેલા તેમને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની આપાત બેઠક બોલાવી છે.
ઈજરાઈલી ફોર્સએ IRGC ના હેડ ક્વાર્ટર પર કરી એયરસ્ટ્રાઈક
ઈઝરાઈલે ઈરાનના એયર ડિફેંસને સંપૂર્ણ રીતે ખતમ કરી દીધુ છે. તે ઈરાનમાં હવે પોતાની મનમરજીથી દિવસ અને રાત્રે હુમલા કરી રહ્યુ છે. આ જ રીતે ઈઝરાઈલી ફોર્સે આઈઆરજીસીના હેડ ક્વાર્ટર પર એયરસ્ટ્રાઈક કરી છે... ઈઝરાયલી એયરસ્ટ્રાઈકથી ખૂબ મોટો ધમાકો થયો છે.
બ્રિટન, ફ્રાંસ, જર્મનીએ ઈરાનને જલ્દીથી જલ્દી પરમાણુ વાર્તા કરવા કહ્યુ
બ્રિટન, ફ્રાંસ, જર્મનીએ ઈરાનને જેટલુ જલ્દી બને તેટલુ પરમાણુ પર વાતચીત કરવા કહ્યુ, બ્રિટન, ફ્રાંસ, જર્મની એ ઈરાનને પરમાણુ વાતચીત કરવા કહ્યુ. ભારત તેહરાનમાં રહેતા તેના નાગરિકોને અપીલ કરે છે
તેહરાનમાં રહેતા અને દૂતાવાસના સંપર્કમાં ન હોય તેવા તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક તેહરાનમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા અને તેમનું સ્થાન અને સંપર્ક નંબર પ્રદાન કરવા વિનંતી છે.
મહેરબાની કરીને સંપર્ક કરો: +989010144557; +989128109115; +989128109109
ભારત અપીલ કરે છે કે બધા ભારતીય નાગરિકો અને પીઆઈઓ, જેઓ પોતાના સંસાધનોનો ઉપયોગ કરીને તેહરાનથી બહાર નીકળી શકે છે, તેમને શહેરની બહાર સલામત સ્થળે જવાની સલાહ આપવામાં આવે છે.
દેશો ઇઝરાયલના સમર્થનમાં બહાર આવ્યા છે
ચાલુ સંઘર્ષ વચ્ચે ઇઝરાયલને સમર્થન વ્યક્ત કરતા, ગ્રુપ ઓફ સેવન દેશોએ સોમવારે મોડી રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં તેના હરીફ ઈરાનને મધ્ય પૂર્વમાં અસ્થિરતાનું કારણ ગણાવ્યું અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા માટે હાકલ કરી.
ઇઝરાયલી લશ્કરી અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમના લડાકુ વિમાનોએ તેહરાનમાં ઈરાનના કુદ્સ ફોર્સ સાથે જોડાયેલા 10 કમાન્ડ સેન્ટરો પર હુમલો કર્યો હતો. કુદ્સ ફોર્સ એ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડની એક વિશિષ્ટ શાખા છે જે ઈરાનની બહાર લશ્કરી અને ગુપ્તચર કામગીરીનું સંચાલન કરે છે.
ઈરાને કહ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ છે, અને અમેરિકા અને અન્ય દેશોએ મૂલ્યાંકન કર્યું છે કે તેહરાને 2003 થી પરમાણુ શસ્ત્રો બનાવવા માટે કોઈ સંગઠિત પ્રયાસ કર્યો નથી. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના વડાએ પણ વારંવાર ચેતવણી આપી છે કે દેશ પાસે ઘણા પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતું સમૃદ્ધ યુરેનિયમ છે, જો તે ઇચ્છે તો.
ચીને ચેતવણી આપી છે,
જો યુદ્ધ વધશે તો...
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ચીને ચેતવણી આપી છે કે ઈરાન-ઈઝરાયલ યુદ્ધ મધ્ય પૂર્વમાં મોટી વિનાશ લાવી શકે છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યી બંને દેશોનો સંપર્ક કરી રહ્યા છે કારણ કે બંને દેશો વચ્ચે ઘણા દિવસોથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આવતો નથી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને સોમવારે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, "જો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વધશે, તો મધ્ય પૂર્વના અન્ય દેશો ચોક્કસપણે તેના પરિણામો ભોગવશે."
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ પર કરી પોસ્ટ, જાણો તેમણે શું લખ્યું
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી, જેમાં તેમણે લખ્યું, "અમેરિકા ફર્સ્ટનો અર્થ ઘણી મહાન બાબતો છે, જેમાં એ હકીકતનો પણ સમાવેશ થાય છે કે ઈરાન પરમાણુ હથિયાર રાખી શકતું નથી. અમેરિકાને ફરીથી મહાન બનાવો!!!"
11:01 PM, 17th Jun
Israel Iran Conflict Live: ઈરાને કોઈપણ શરત વગર કરે શરણાગતિ : ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કોઈપણ શરત વિના આત્મસમર્પણ કરવાનું સ્પષ્ટપણે કહ્યું છે. આ ઉપરાંત, તેમણે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીને પણ ધમકી આપી હતી અને કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે તમે ક્યાં છુપાયેલા છો, પરંતુ તમે સુરક્ષિત છો. અમે તમને મારીશું નહીં. ટ્રમ્પે કહ્યું કે હવે ઈરાનના હવાઈ ક્ષેત્ર પર અમારું નિયંત્રણ છે.
Israel Iran Conflict Live: ઈરાને કોઈપણ શરત વગર કરે શરણાગતિ : ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કોઈપણ શરત વિના આત્મસમર્પણ કરવાનું સ્પષ્ટપણે કહ્યું છે. આ ઉપરાંત, તેમણે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીને પણ ધમકી આપી હતી અને કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે તમે ક્યાં છુપાયેલા છો, પરંતુ તમે સુરક્ષિત છો. અમે તમને મારીશું નહીં. ટ્રમ્પે કહ્યું કે હવે ઈરાનના હવાઈ ક્ષેત્ર પર અમારું નિયંત્રણ છે.
અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે જણાવ્યું હતું કે ટ્રમ્પ ઈરાનના પરમાણુ સંવર્ધન પ્રયાસોને સમાપ્ત કરવા માટે વધુ કાર્યવાહી કરવાનું નક્કી કરી શકે છે. તેમણે કહ્યું, "રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કરી દીધું છે કે ઈરાન યુરેનિયમ સંવર્ધન કરી શકશે નહીં. અમેરિકન સૈન્યનો ઉપયોગ અમેરિકન લોકોના લક્ષ્યોને પૂર્ણ કરવા માટે કરવામાં આવશે."
ઈરાનની બેંક પર સાયબર હુમલો
ઈરાનની બેંક સેપાહના ગ્રાહકોને સાયબર હુમલાને કારણે બેંકિંગ સેવાઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સીએનએનના અહેવાલ મુજબ, ઈરાનમાં ઇઝરાયલ સાથે જોડાયેલા હેકર જૂથે બેંકની સિસ્ટમમાં ઘુસણખોરી કરવાનો દાવો કર્યો છે.
01:12 PM, 17th Jun
ડોનાલ્ડ ટ્રંપે કહ્યુ, ઈરાન પરમાણુ હથિયાર મુકવાના ખૂબ નિકટ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે મંગળવારે કહ્યુ કે ઈરાન પરમાણુ હથિયાર મુકવાના ખૂબ નિકટ છે. ધ સ્પેક્ટેટર ઈંડેક્સએ રિપોર્ટ કર્યો.
અગાઉ, યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ઈરાને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે કરાર પર હસ્તાક્ષર કરવા જોઈએ અને રહેવાસીઓને ઈરાની રાજધાની ખાલી કરવા વિનંતી કરી હતી. "સરળ શબ્દોમાં કહીએ તો, ઈરાન પરમાણુ હથિયાર રાખી શકે નહીં. મેં વારંવાર કહ્યું છે! દરેક વ્યક્તિએ તાત્કાલિક તેહરાન ખાલી કરવું જોઈએ!" ટ્રમ્પે સોમવારે કહ્યું.
ઇઝરાયલે દાવો કર્યો છે કે તેણે ઈરાની ડ્રોન, મિસાઇલો તોડી પાડી છે
ઇઝરાયલી સૈન્યએ મંગળવારે કહ્યું હતું કે તેણે પશ્ચિમ ઈરાનમાં અનેક મિસાઇલ અને યુએવી સ્થળોને નિશાન બનાવ્યા છે, જેમાં સપાટીથી સપાટી પર પ્રહાર કરનાર મિસાઇલ માળખા, સપાટીથી હવામાં પ્રક્ષેપણ કરનારા લોન્ચર અને ડ્રોન સ્ટોરેજ સુવિધાઓનો સમાવેશ થાય છે. IDF એ મિસાઇલ લોન્ચરના વિસ્ફોટના કાળા અને સફેદ ફૂટેજ સાથે એક નિવેદન બહાર પાડ્યું હતું.
— Dr. Anastasia Maria Loupis (@DrLoupis__) June 16, 2025
હાઇફામાં એક તેલ રિફાઇનરીમાં ભારે આગ લાગી. આ પ્લાન્ટ ઇઝરાયલી ફાઇટર જેટ માટે ઇંધણ તૈયાર કરે છે.
ઇઝરાયલના ઘણા શહેરોમાં મોટા વિસ્ફોટના સમાચાર
ઇરાન સાથે ઇઝરાયલનું ચાલી રહેલ યુદ્ધ હવે એક અલગ વળાંક લઈ રહ્યું છે. તેલ અવીવની ઉત્તરે હર્ઝલિયામાં એક મોટો વિસ્ફોટ સાથે, ઇઝરાયલી શહેરોમાં ઘણા વિસ્ફોટો થયા છે.
"ડ્રોનથી ભરેલું આકાશ, દર મિનિટે ખરાબ થઈ રહ્યું છે": તેહરાનમાં ભારતીય વિદ્યાર્થીઓ
તેહરાનમાં ભારતીય વિદ્યાર્થીઓએ કહ્યું, "ડ્રોનથી ભરેલું આકાશ, દર મિનિટે ખરાબ થઈ રહ્યું છે"
ઇઝરાયલે ખામેનીના નજીકના અલી શાદમાનીને મારી નાખ્યો
તેહરાનમાં થયેલા હુમલા બાદ ઇઝરાયલે યુદ્ધ વડા અને સૌથી વરિષ્ઠ લશ્કરી કમાન્ડર અલી શાદમાનીને મારી નાખ્યો. તે ઈરાની નેતા અલી ખામેનીના સૌથી નજીકના વ્યક્તિ હતા.
ઇઝરાયલના તેલ અવીવ અને જેરુસલેમમાં જોરદાર વિસ્ફોટ
AFP એ અહેવાલ આપ્યો છે કે મંગળવારે ઇઝરાયલના તેલ અવીવ અને જેરુસલેમમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. ઇઝરાયલના ઘણા ભાગોમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા અને સેનાએ ઈરાની મિસાઈલો આવવાની ચેતવણી આપ્યા પછી આ વિસ્ફોટો થયા.
11:50 AM, 17th Jun
ઇઝરાયલે પણ ઇરાન પર તેજ કર્યા હુમલાઓ
ઇઝરાયલે ઇરાન પર હુમલાઓ તીવ્ર બનાવ્યા છે-- છેલ્લા 24 કલાકમાં, તેણે ઇરાનના ઘણા શહેરો પર હુમલો કર્યો છે... ઇઝરાયલી લડાકુ વિમાનોએ તેહરાન ઉપરાંત કાઝવિન, આહવાઝ, શિરાઝ, પારચીન, મશહદ, નતાન્ઝ, ખોરામાબાદ, અરક પર હવાઈ હુમલા કર્યા છે.
ઇરાને 370 મિસાઇલો અને સેંકડો ડ્રોન છોડ્યા
ઇરાને અત્યાર સુધીમાં ઇઝરાયલ પર 370 થી વધુ મિસાઇલો અને સેંકડો ડ્રોન છોડ્યા છે. ઇઝરાયલે કહ્યું કે ઇઝરાયલમાં અત્યાર સુધીમાં 24 લોકો માર્યા ગયા છે અને 500 થી વધુ ઘાયલ થયા છે.