ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 24 ડિસેમ્બર 2019 (13:54 IST)

જમાલ ખાશોગ્જી હત્યાકાંડમાં પાંચને મૃત્યુદંડ

સાઉદી અરેબિયાની અદાલતે ગયા વર્ષે પત્રકાર જમાલ ખાશોગ્જીની થયેલી હત્યાના મામલામાં પાંચ લોકોને મોતની સજા સંભળાવી છે. ખાશોગ્જી સાઉદી અરેબિયાની સરકારના ટીકાકાર હતા અને તુર્કીના ઇસ્તંબૂલમાં આવેલા સાઉદી અરેબિયાના દૂતાવાસમાં તેમની હત્યા થઈ હતી.
 
સોમવારે સાઉદી અરેબિયાના પબ્લિક પ્રૉસિક્યૂટરે જણાવ્યું કે આ કેસમાં પાંચ લોકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો છે અને ત્રણ લોકોને કુલ 24 વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી છે.
 
તેમણે કહ્યું કે આ કેસમાં સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સલાહકાર સઉદ અલ-ખતાનીની પૂછતાછ કરવામાં આવી હતી અને તેમની પર કોઈ પણ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા નથી.
 
બીજી ઑક્ટોબર 2018ના રોજ તુર્કીના ઇસ્તંબુલમાં ખાશોગ્જીની હત્યા કરી દેવામાં આવી હતી. જોકે તેમનો મૃતદેહ નહોતો મળ્યો.
 
જમાલ ખાશોગ્જી સાથે શું થયું ?
 
પત્રકાર ખાશોગ્જી વર્ષ 2017માં સાઉદી અરેબિયા છોડીને અમેરિકા જતા રહ્યા હતા.
 
અમેરિકામાં ખાશોગ્જીએ સપ્ટેમ્બર મહિનાથી 'વૉશિંગ્ટન પોસ્ટ' અખબાર માટે લખવાની શરૂઆત કરી હતી.
 
પોતાના પ્રથમ લેખમાં જ તેમણે એવું લખ્યું હતું કે તેમણે અને અન્ય કેટલાક લોકોએ ધરપકડ થવાના ડરના લીધે મજબૂરીમાં દેશ છોડવો પડ્યો હતો.
 
ખોશોગ્જી છેલ્લે બીજી ઑક્ટોબરે ઇસ્તંબૂલના સાઉદી દૂતાવાસમાં જોવા મળ્યા હતા.
 
 
પુત્રને અન્ય પછાત જાતિ (ઓબીસી)ના ખોટા પ્રમાણપત્ર દ્વારા અનામત અપાવવાના કેસમાં મધ્ય પ્રદેશના ગુના-શિવપુરીથી ભાજપના સાંસદ કેપી યાદવ સામે પોલીસ ફરિયાદ થઈ છે.
 
એમની અને એમના પુત્ર સામે મુંગાવલી પોલીસ સ્ટેશનમાં મધરાતે પોલીસ ફરિયાદ થઈ છે.
 
આ જ મામલે પોલીસે ફરિયાદ લેવામાં મોડું કરતા અશોકનગરના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસની બદલી પણ કરી નાખવામાં આવી છે.
 
ભારતીય જનતા પાર્ટી આ પોલીસ ફરિયાદને બદલાની કાર્યવાહી અને રાજકીય કાવતરું ગણાવે છે.
 
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં કેપી યાદવે દિગ્ગજ કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને હરાવ્યા હતા.