શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 9 જૂન 2017 (10:07 IST)

કઝાકિસ્તાન - PM મોદીએ Pak. પીએમ નવાઝ શરીફના હાલચાલ પૂછ્યા

કઝાકિસ્તાનના અસ્તાનામાં શાંઘાઈ કો-ઓપરેશનની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફની વચ્ચે ડિનરમાં મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ નવાઝ શરીફના ખબરઅંતર પૂછ્યા હતા. સૂત્રો દ્વારા આ જાણકારી મળી છે. ઉલ્લેખનીય છે કે, નવાઝ શરીફનું હાલમાં જ હૃદયનું ઓપરેશન થયું હતું. સૂત્રો અનુસાર, પીએમ મોદીએ નવાઝ શરીફના માતા અને પરિવારના પણ ખબરઅંતર પૂછ્યા.
 
મોદી અને શરીફ 2015માં જ્યારે બ્રિક્સ અને એસસીઓની બેઠક વખતે રશિયાના ઉફામાં મળ્યાં હતાં ત્યારે એવું લાગતું હતું કે બંને દેશો વચ્ચે સંબંધો સુધરશે. વ્યાપક દ્વિપક્ષીય વાતચીત પર સહમતી પણ બની. પરંતુ 2016ની શરૂઆતમાં પઠાણકોટ એટેકથી માહોલ ખરાબ થયો અને સંબંધો બગડતા ગયાં. 2016માં જુલાઈમાં એકવાર ફરી બંને નેતાઓ આમને સામને આવ્યાં હતાં. પરંતુ કોઈ વાર્તા થઈ નહતી. આજે જે હાલાત છે તે તેનાથી પણ વધુ ખરાબ ગણાઈ રહ્યાં છે.
 
અસ્તાનામાં મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ વચ્ચે મુલાકાત શક્ય છે. વિદેશ મંત્રાલયના અધિકારીઓએ તેની પુષ્ટિ કરી છે. હાલમાં જ ચીને સરહદ વિવાદ પર મોદીએ જે નિવેદન આપ્યું હતું તેનું સ્વાગત કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે ચીન સાથે સીમા વિવાદ હોવા છતાં બંને દેશો તરફથી 40 વર્ષોમાં એક પણ ગોળી વરસી નથી. થોડા દિવસ પહેલા જ બંને દેશો વચ્ચે ત્યારે જોરદાર તણાવ સર્જાયોજ્યારે ભારતે ચીનની તરફથી આયોજિત બેલ્ટ એન્ડ રોડ ફોરમનો બાયકોટ કર્યો અને તિબ્બતી ધર્મગુરુ દલાઈ લામા અરુણાચલ પ્રદેશ પહોંચ્યાં. NSGમાં ભારતની એન્ટ્રી અને આતંકવાદી મસૂદ અઝહર મામલે ચીનના અક્કડ વલણના કારણે બંને દેશો પહેલેથી જ તણાવ છે.