ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 12 ફેબ્રુઆરી 2019 (18:02 IST)

લગ્નના દિવસે પતિ બોલ્યો પત્નીને એક એવો શબ્દ, કે પત્નીએ લગ્નના 3 મિનિટમાં જ લઈ લીધા છુટાછેડા

મોટાભાગે તમે સાંભળ્યુ હશે કે લગ્નમાં પતિ-પત્ની વચ્ચે એવા અનેક નાના-નાના ઝગડા થઈ જાય છે પણ અનેકવાર એવુ પણ જોયુ હશે કે આ ઝગડા વધીને છુટાછેડા સુધી પહોંચી જાય છે. અનેકવાર સાંભળ્યુ હશે કે નવ વિવાહિત કપલ વચ્ચે થોડાક જ સમય પછી લડાઈ શરૂ થઈ જાય છે. પણ આજે અમે તમને સૌથી થોડા સમયના લગ્ન વિશે બતાવીશુ કે નવ વિવાહિત કપલે લગ્નના થોડીક જ મિનિટમાં પોતાના લગ્ન તોડી નાખ્યા અને છુટાછેડા લઈ લીધા 
 
આ મામલો કુવૈતનો છે. જ્યા છોકરો છોકરી લગ્નના થોડાક જ મિનિટમાં છુટાછેડા થઈ ગયા છે. ઉલ્લેખનીય છેકે આ બંનેના લગ્ન ફક્ત 3 મિનિટ જ ચાલ્યા ત્યારબાદ બંને વચ્ચે છુટાછેડા થઈ ગયા. જેવા આ બંનેના લગ્ન તૂટવાના સમાચાર સોશિયલ મીડિયા પર આવ્યા એવા જ વાયરલ થઈ ગયા. દરેક જગ્યાએ આ કપલના લગ્નના વિશે વાત થઈ રહી છે. 
 
છોકરીએ છોકરાને 3 મિનિટ પછી છુટાછેડા આપ્યા 
 
તમારી માહિતી માટે જણાવી દઈએ કે આ કપલ લગ્નને રજીસ્ટર કરાવવા કુવૈતની એક કોર્ટમાં ગયુ હતુ. જ્યા બંને છોકરા છોકરીએ પેપર પર સાઈન કર્યા પછી જ્યારે બહાર આવી રહ્યા હતા ત્યારે યુવતીનો પગ લપસી ગયો અને તે નીચે પડી ગઈ. ત્યારબાદ છોકરાએ છોકરીને ઉઠવામાં મદદ કરવાને બદલે બેવકૂફ(ઈડિયટ) કહી દીધુ. 
 
જેવુ જ યુવતીએ આ સાંભળ્યુ તેને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે યુવકને આ હરકત પર છુટાછેડા આપવાની વાત કરી દીધી. સૌને લાગ્યુ કે તે મજાક કરી રહી છે પણ તેણે તો જાણે  છુટાછેડા માટે જીદ કરી જ કરી લીધી.. યુવતીને ખૂબ સમજાવી પણ તે ન માની. 
 
જજે યુવતીની જીદને કારણે લગ્નને એ જ સમયે રદ્દ કરી દીધા અને આ લગ્ન કુવૈતના સૌથી ઓછા સમયના લગ્ન બની ગયા.  ઉલ્લેખનીય છે કે આ કપાલના લગ્ન ફક્ત 3 મિનિટ જ ચાલ્યા. કુવૈત એક મુસ્લિમ દેશ છે અને કુવૈતને ખાડી દેશના નામથી પણ ઓળખવામાં આવે છે.