શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી/ન્યૂયોર્ક. , સોમવાર, 5 ડિસેમ્બર 2016 (12:14 IST)

TIME પર્સન ઓફ ધ ઈયર બન્યા મોદી, અસાંજે અને ટ્રમ્પ જેવી હસ્તિયો રહી ગઈ પાછળ

ઓનલાઈન સર્વેમાં નરેન્દ્ર મોદી 'ટાઈમ પર્સન ઓફ ધ ઈયર' બન્યા છે. મોદીને 18% ટકા વોટ મળ્યા છે. આ સાથે જ રીડર્સ પોલમાં તેઓ સૌથી આગળ આવી ગયા છે. તેમણે વિકીલેક્સના ફાઉંડર જૂલિયન અસાંજે, અમેરિકાના પ્રેસિડેંટ ઈલેક્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને રૂસના પ્રેસિડેંટ બ્લામિદીર પુતિનને પાછળ છોડ્યા. 2015ના પર્સન ઓફ ધ ઈયર જર્મનીની ચાંસલર એંગેલા મર્કેલને પસંદ કરવામાં આવ્યા હતા. મોદીનુ નામ સતત ચોથા વર્ષે લિસ્ટમાં હતુ. એડિટર્સ કરે છે નામ ફાઈનલ.. 
 
- ટાઈમ દર વર્ષે એવા વ્યક્તિને 'ટાઈમ પર્સન ઓફ ધ ઈયર' પસંદ કરે છે જે પૉઝિટિવ કે નેગેટિવ રૂપે ગયા વર્ષે સૌથી વધુ સમાચારમાં રહ્યા હોય. 
- 'ટાઈમ પર્સન ઓફ ધ ઈયર'નુ નામ ટાઈમ મેગેઝીનના એડિટર્સ નક્કી કરે છે. પણ આ પોલ દ્વારા પાઠકોને પોતાના વિચાર મુકવાની તક મળે છે. 
- વોટિંગ 4 ડિસેમ્બરના રોજ અમેરિકી સમય મુજબ રાત્રે 11.59 વાગ્યે ખતમ થયો હતો. સર્વેમાં મોદી છેલ્લા એક અઠવાડિયાથી આગળ ચાલી રહ્યા હતા. 
 
મોદી કેમ જીત્યા ... 
- ટાઈમ મેગેઝીને 2016માં દાવેદારોના  તેમના એ સમયનું એનાલિસિસ કર્યુ છે, જેમા સૌથી વધુ ચર્ચામાં રહ્યા. 
- મોદીએ 16 ઓક્ટોબરના રોજ ગોવામાં થયેલ બ્રિક્સ દેશોના સમિટ દરમિયાન પાકિસ્તાનને આતંકવાદના નિર્યાતક દેશ કહ્યો હતો. આ દરમિયાન મોદી સૌથી વધુ ચર્ચામાં રહ્યા. 
- મોદીએ નોટબંધીના નિર્ણયની પણ દુનિયાભરમાં ચર્ચા રહી. મીડિયામા તેના વખાણ પણ થઈ ચુક્યા છે. 
 
આ લોકો પણ હતા દોડમાં.. 
 
 આ વર્ષે હિલેરી ક્લિંટન, એફબીઆઈના પ્રમુખ જેમ્સ કોમી, એપ્પલના સીઈઓ ટિમ કુક, અમેરિકી સૈનિક હુમાયૂ ખાનના માતા-પિતા ખ્રિજ અને ગજાલા ખાન, ઉત્તરી કોરિયાના નેતા કિમ જોંગ ઉન, બ્રિટિશ પ્રધાનમંત્રી થેરેજામાં અને ચીનના પ્રેસિડેંટ શી જિનપિંગને સામેલ કરવામાં આવ્યા હતા.