મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated :ઈસ્લામાબાદ. , મંગળવાર, 29 માર્ચ 2022 (15:21 IST)

ઈમરાન ખાનને બચાવવા માટે મરઘીઓ બાળી રહી છે પીર બુશરા બીબી, જાણો તેનુ હિન્દુસ્તાન સાથે કનેક્શન

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પોતાની ખુરશી બચાવવા માટે સંપૂર્ણ તાકત લગાવી દીધી. એક બાજુ ઈમરાન ખાન સતત રેલીઓ કરીને વિપક્ષ અને સેના પર દબાણ બનાવી રહ્યા છે. બીજી બાજુ ત્રીજી પત્ની બુશરા બીબી પર કાલા જાદુ કરવાનો આરોપ લાગી રહ્યા છે. વિપક્ષનો આરોપ છે કે ખુદને પીર બતાવનારી બુશરા બીબી ઈમરાન ખાને અધિકારિક નિવાસ બની ગાલામાં મરઘી બાળીને કાલા જાદૂ કરી રહી છે. ઈમરાન ખાનની પાર્ટીમાં ગોડમધરનો દરજ્જો રાખનારી બુશરા બીબી ઉર્ફ પીંકી પીર વિપક્ષે 3 અરબ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. આવો જાણીએ કોણ છે બુશરા બીવી અને હિન્દુસ્તાન સાથે શુ છે તેનો સંબંધ 
 
વર્ષ 2019 માં, ઇમરાન ખાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં કાશ્મીર પર ખૂબ જ ઝેરીલુ ભાષણ આપીને ન્યુયોર્કથી પરત ફરી હતી.  ભારતે તે જ સમયે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી હતી. પાકિસ્તાન પરત ફરતાં પીટીઆઈ સમર્થકોએ તેમનું હીરોની જેમ સ્વાગત કર્યું હતું. પાકિસ્તાનની ધરતી પર પગ મૂકતાની સાથે જ પોતાના પ્રથમ નિવેદનમાં ઈમરાન ખાને કહ્યું, 'હું બુશરા બીબીનો આભાર માનવા માંગુ છું કારણ કે તેણે સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર પર મારા ભાષણ માટે ખૂબ પ્રાર્થના કરી હતી.'
 
તમને જણાવી દઈએ કે બુશરા બીબી પાકિસ્તાનની સામાન્ય પ્રથમ મહિલા નથી. બુશરા બીબી ઈમરાન ખાનની આધ્યાત્મિક માર્ગદર્શક છે અને રાજકીય વિકાસથી લઈને વિદેશી બાબતો સુધી, પાકિસ્તાનના વડા પ્રધાન તેમની સલાહ લે છે. ઈમરાન ખાન તેમની સલાહ પર નિર્ણય લે છે. ઈમરાન ખાને વર્ષ 2018માં બુશરા બીબી સાથે લગ્ન કર્યા હતા. તે પહેલી મહિલા છે જે ચુસ્ત બુરખો રાખે છે અને દુનિયાની સામે દેખાતી નથી. ઈમરાન ખાન અત્યારે ખુરશી બચાવવા માટે ઝઝૂમી રહ્યા છે અને બુશરા બીબીએ તેમને શું સલાહ આપી છે તે કોઈ જાણતું નથી.
 
પાકિસ્તાનમાં અંદરોઅંદર અવારનવાર  ચર્ચા થાય છે કે પાકિસ્તાનમાં બુશરા બીબીના કહેવા પર જ ઉચ્ચ સ્તરીય નોકરશાહીની નિમણૂંક કરવામાં આવે છે. કહેવાય છે કે બુશરા બીબી એ  જણાવે છે કે કયો અધિકારી તેના પતિ માટે ખતરો સાબિત થશે અને કયો મદદગાર સાબિત થશે. તાજેતરના વિવાદમાં પણ બુશરા બીબીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાનમાં વડાપ્રધાન પદની રેસમાં આગળ ચાલી રહેલા શાહબાઝ શરીફે દાવો કર્યો છે કે અનેક ટન મરઘીનુ માંસ ઈમરાન ખાનના ઘરે બનેલી ગાલામાં બાળવામાં આવી રહ્યુ છે જેથી ખરાબ નજર દૂર કરી શકાય. 
 
નવાજ શરીફની પુત્રી મરિયમે સાર્વજનિક કહ્યુ હતુ, અમે જાણીએ છીએ કે બનીગાલામાં જાદૂટોણા ચાલી રહ્યા છે. જેથી ઈમરાન ખાનની સરકાર બચાવી શકાય પણ આ તેમની મદદ નહી કરે. મરિયમે એ પણ આરોપ લગાવ્યો છે કે બુશરા બીબી અને ઈમરાન ખાને મળીને 3 અરબ પાકિસ્તાની રૂપિયાની લાંચ લીધી છે. એવુ કહેવાય છે કે બુશરા બીવીએ ઈમરાનને લઈને અનેક રાજનીતિક ભવિષ્યવાણીઓ  કરી હતી જે સાચી સાબિત થઈ. ત્યારબાદ ઈમરાન તેમની તરફ આકર્ષિત થયા. બુશરા બીબી વિશે કહેવાય છે કે તેમના પૂર્વજ હિન્દુ હતા. 
 
જાણો કોણ છે બુશરા બીબી
 
બુશરા બીબીનો જન્મ મધ્ય પંજાબમાં એક રૂઢિચુસ્ત, રાજકીય રીતે પ્રભાવશાળી પરિવારમાં થયો હતો. તે વટ્ટુ કુળનો છે, જેમાંથી મેનકા પેટા કુળ છે. તે લાહોરથી 250 કિમી દક્ષિણપશ્ચિમમાં આવેલા પાકપટ્ટન શહેરની છે. આ શહેર બાબા ફરીદના તીર્થસ્થળ તરીકે જાણીતું છે, જેમના તે અને ઈમરાન ખાન બંને આધ્યાત્મિક અનુયાયીઓ છે, અને તે પણ જ્યાં તેઓ પ્રથમ વખત મળ્યા હતા.
 
 
બુશરા બીબી 12મી સદીના સૂફી સંત બાબા ફરીદને માનનારી  છે. તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના એક ગામમાં રહેતી હતી. બુશરાને તેના પહેલા લગ્નથી 5 બાળકો પણ છે. ઈમરાન ખાન અવારનવાર બાબા ફરીદની દરગાહ જતા હતા અને અહીંથી જ બુશરાના પરિવાર સાથે તેમનો સંબંધ વધ્યો હતો. બુશરા સૂફી વિદ્વાન હોવાનું કહેવાય છે. ઇમરાને દરેક રાજકીય નિર્ણય પર તેમની સલાહ લીધી જે સાચા નીકળ્યા. કહેવાય છે કે પિંકી પીરનું સપનું હતું કે જો ઈમરાન ખાન તેના પરિવારમાં લગ્ન કરે તો તે વડાપ્રધાન બને. પિંકી પીર ઈમરાનના લગ્ન પહેલા તેની બહેન સાથે અને પછી તેની પુત્રી સાથે કરવા માંગતી હતી, પરંતુ ઈમરાન ખાન તૈયાર ન હતો. 
 
ઈમરાન ખાનનો દાવો છે કે તેણે લગ્ન પહેલા બુશરા બીબીનો ચહેરો જોયો ન હતો. પાકિસ્તાનમાં દાવો કરવામાં આવે છે કે બુશરા બીબી બે જીન સાથે વાત કરે છે. જો કોઈ બુશરા બીબી પાસેથી સલાહ લેવા આવે છે, તો તે સલાહ લેવાના બદલામાં તેમને રાંધેલા માંસથી ભરેલા બે ટબ આપે છે. આ માંસ કથિત રીતે બુશરા બીબીના બે જિનોને આપવામાં આવ્યું છે. આ દાવાની હાલ કોઈ પુષ્ટિ થઈ શકી નથી. બુશરા બીવીનો હિન્દુસ્તાન સાથે નિકટનો સંબંધ રહ્યો છે. બુશરા લોકપ્રિય વત્તૂ ખાનદાનની છે. જે સતલજ ઘાટીમાં રાજપૂતોની એક  મુખ્ય જાતિ હતી. આ રાજપૂત ભટ્ટી સાથે નિકટતાથી જોડાયાલા હતા. 
 
વત્તુ સમુહના લોકોનુ બાબા ફરીદે ધર્મ પરિવર્તન કરાવ્યુ હતુ અને તેને ઈસ્લામની દીક્ષા આપી હતી. આ ધર્મ પરિવર્તન 14મી સદીમા ફિરોજ શાહ તુગલકના કાર્યકાળમાં થયુ હતુ. રોચક વાત એ છે કે બહાવલપુરના વત્તુ સમુહનો દાવો છે કે તે વત્તૂના વંશજ છે જે જૈસલમેરના સંસ્થાપક રાજાના 8માં વંશજ હતા. ઈમરાન સાથે લગ્ન કર્ય અબાદ આજે બુશરા બીવીની સ્થિતિ પાર્ટીમાં એક ગોડમધર જેવી થઈ ગઈ છે અને તેમના ઈશારે નિર્ણયો થાય છે.