ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 23 ઑક્ટોબર 2024 (17:35 IST)

Shocking: Mcdonald નુ Burgers ખાવાથી એકનુ મોત, 49 લોકો હોસ્પિટલમાં દાખલ

મૈકડોનાલ્ડનુ બર્ગર ખાવાથી સ્વાસ્થ્યના સંકટનો મામલો સામે આવ્યો છે. જેમા એક વ્યક્તિનુ મોત થઈ ગયુ અને ડઝનો લોકો હોસ્પિટલમાં દાખલ છે. અમેરિકાના સેંટર ફૉર ડિજીજ કંટ્રોલ એંડ પ્રિવેંશન(CDC)એ ચોખવટ કરી છે કે આ સમસ્યા મૈકડોનાલ્ડના ક્વાર્ટર પાઉંડર હૈમબર્ગર સાથે સંકળાયેલ છે. જેમ ઈ. કોલાઈ સંક્રમણ જોવા મળ્યુ છે.  
 
બીમાર હોવાના મામલામા સપ્ટેમ્બરના અંતથી શરૂ થયો છે અને અમેરિકાના 10 રાજ્યોમા પ્રભાવિત લોકો જોવા મળ્યા છે. જેમા કોલોરાડો અને નેબ્રાસ્કા સૌથી વધુ પ્રભાવિત છે. આ સ્થિતિની અસર મૈકડોનાલ્ડની પ્રતિષ્ઠા પર પડી છે.  જેના પરિણામે કંપનીના શેરમાં 6%નો ઘટાડો થયો છે. હાલમાં 49 લોકો હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી એક બાળકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
 
CDC એ જણાવ્યુ કે એક વડીલ વ્યક્તિનુ બર્ગર ખાધા પછી સંક્રમણથી મોત થઈ ગયુ.  તપાસમાં બહાર આવ્યું છે કે ઇ. કોલાઈથી સંક્રમિત વ્યક્તિઓએ મેકડોનાલ્ડના ક્વાર્ટર પાઉન્ડર હેમબર્ગરનું સેવન કર્યું હતું. જો કે સંક્રમણનું ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી, પરંતુ બર્ગરમાં ઉપયોગમાં લેવાતી સમારેલી ડુંગળી અને બીફ પેટીસ પર તપાસ કેન્દ્રિત કરવામાં આવી રહી છે. આ સામગ્રીની વધુ તપાસ બાકી છે ત્યાં સુધી મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટ્સમાંથી હટાવી  લેવામા આવ્યા છે.
 
મેકડોનાલ્ડ્સ અમેરિકાના પ્રમુખ જો એર્લિંગરે પણ પુષ્ટિ કરી કે ક્વાર્ટર પાઉન્ડર હેમબર્ગર અને સમારેલી ડુંગળીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇ. કોલાઈ સંક્રમણના સામાન્ય લક્ષણોમાં તાવ, ઝાડા અને ઉલટીનો સમાવેશ થાય છે, જે સામાન્ય રીતે ત્રણથી ચાર દિવસ પછી દેખાય છે. મોટાભાગના સક્રમિત લોકો કોઈપણ ગંભીર સારવાર વિના સ્વસ્થ થઈ જાય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે.