રવિવાર, 27 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 26 એપ્રિલ 2025 (00:07 IST)

પાકિસ્તાને કબૂલ કરી આતંકવાદીઓને આશ્રય આપવાની વાત, રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું 'અમે 3 દાયકાથી અમેરિકા અને પશ્ચિમ માટે આ ગંદુ કામ કરી રહ્યા છીએ'

Khawaja Asif
Pakistan Backing Terror Groups:  પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના એક નિવેદને સનસનાટી મચાવી દીધી છે. પાકિસ્તાનના  રક્ષા મંત્રી ખ્વાજા આસિફે હવે પોતે સ્વીકાર્યું છે કે તેમનો દેશ ભારત વિરુદ્ધ આતંકવાદીઓને આશરો આપી રહ્યો છે. સમાચાર એજન્સી ANIના એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. આ અંગેનો એક વીડિયો ક્લિપ પણ વાયરલ થયો છે.
 
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ શું કહ્યું?
પાકિસ્તાનના  રક્ષા મંત્રી સ્કાય ન્યૂઝના યાલ્દા હકીમ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે તેમને પૂછ્યું, "શું તમે સ્વીકારો છો કે પાકિસ્તાનનો આતંકવાદી સંગઠનોને ટેકો આપવા, તાલીમ આપવા અને ભંડોળ પૂરું પાડવાનો લાંબો ઇતિહાસ છે?" જવાબમાં, આસિફે એક સનસનાટીભર્યા કબૂલાતમાં કહ્યું, "હા, અમે છેલ્લા ત્રણ દાયકાથી અમેરિકા અને બ્રિટન સહિત પશ્ચિમ માટે આ ગંદુ કામ કરી રહ્યા છીએ."
 
પાકિસ્તાન આપી રહ્યું છે આતંકવાદીઓને આશ્રય 
ખ્વાજા આસિફે પોતાના પ્રતિભાવમાં કહ્યું, "જો આપણે સોવિયેત યુનિયન સામેના યુદ્ધમાં અને પછી 9/11 પછીના યુદ્ધોમાં સામેલ ન થયા હોત, તો પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ દોષરહિત હોત." ANIના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ખ્વાજા આસિફના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન ઘણા વર્ષોથી આતંકવાદી જૂથોને આશ્રય આપી રહ્યું છે.
 
ભારતનું કડક વલણ
દરમિયાન, અત્રે એ ઉલ્લેખાનીય છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ખૂબ જ કડક પગલાં લીધાં છે. ભારતે ૧૯૬૦ની સિંધુ જળ સંધિને પણ અટકાવી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને ખાતરી આપી છે કે આ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓ તેમજ તેની પાછળનું કાવતરું ઘડનારાઓને તેઓ કલ્પના પણ કરી શકે તે કરતાં પણ ખરાબ સજા મળશે. પીએમ મોદીએ કહ્યું છે કે આતંકવાદના બાકીના ગઢોને ખતમ કરવાનો સમય આવી ગયો છે અને 140 કરોડ ભારતીયોની મજબૂત ઇચ્છાશક્તિ હવે આતંકવાદના ગુનેગારોની કમર તોડી નાખશે.