શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: કરાંચી. , શુક્રવાર, 23 નવેમ્બર 2018 (11:14 IST)

Breaking News: પાકિસ્તાનમાં ચીની દૂતાવાસ પર હુમલો, બે પોલીસકર્મચારી માર્યા ગયા

પાકિસ્તાનમાં ચીની દૂતાવાસ પર હુમલો થયો છે. સ્થાનીક મીડિયા રિપોર્ટ્સ મુજબ કરાંચીના ક્લિફટન વિસ્તારમાં સવારે 3-4 લોકોએ દૂતાવાસમાં ઘૂસવાની કોશિશ્ કરી. જ્યારે રોકવામાં આવ્યા તો તેમણે સુરક્ષા ગાર્ડસ પર અંધાધૂંથ ગોળીઓ ચલાવવી શરૂ કરી દીધી. એવુ કહેવાય રહ્યુ છે કે હુમલાવરોએ હાથગોળા પણ ફેંક્યા જેનાથી દૂતાવાસના ગેટને મોટુ નુકશાન થયુ છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ બે હુમલાવરો સાથે મુઠભેડમાં બે પોલીસ કર્મચારી માર્યા ગયા છે. 
 
ફાયરિંગ બન્ને તરફથી થઇ રહ્યું છે. આ ઘટનામાં અત્યાર સુધી બે લોકો ગંભીરરૂપથી ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. આ વિસ્તારના રેડ જોન કહેવામાં આવે છે. અહીં ઘણા દેશોની ઓફિસો પણ આવેલી છે. ફાયરિંગ અને વિસ્ફોટ બાદ વિસ્તારને પોલીસે પુરી રીતે ઘેરી લીધો છે. સ્થાનિક મીડિયા અનુસાર, 3થી 4 સંખ્યામાં હુમલાવરોએ ચીની કાઉંસલેટમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે સુરક્ષાજવાનોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું.