મંગળવાર, 19 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (11:03 IST)

પાકિસ્તાનમાં સૂફી દરગાહ પર વિસ્ફોટમાં 100ના મોત, 150 ઘાયલ

પાકિસ્તાનના સિંઘ ક્ષેત્રના સહવાન કસ્બામાં આવેલ લાલ શાહબાજ કલંદર દરગાહની અંદર ગુરૂવારે રાત્રે થયેલ આત્મઘાતી વિસ્ફોટમાં 100લોકોથી વધુના મોત થયા અને 150થી વધુ ઘાયલ થયા. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન આઈએસઆઈએ લીધી છે. પાકિસ્તાનમાં એક અઠવાડિયાની અંદર આ પાંચમો આતંકી હુમલો થયો છે.  હુમલાવર સુનહરે ગેટથી દરગાહની અંદર દાખલ થયો  અને પહેલા તેણે ગ્રેનેડ ફેક્યુ પણ તે ફાટ્યુ નહી. પોલીસ મુજબ આ ધમાકો સૂફી રસ્મ 'ધમાલ' દરમિયાન થયો. વિસ્ફોટના સમયે દરગાહના ચોકમાં સેંકડોની સંખ્યામાં જાયરીન વર્તમન હતા. સહવાનના વરિષ્ઠ પોલીસ અધીક્ષકે કહ્યુ, "તેણે અફરાતફરી મચાવવા માટે પહેલા ગ્રેનેડ ફેંક્યુ અને પછી ખુદને ઉડા લીધી.  તાલુકા હોસ્પિટલના ચિકિત્સા અધીક્ષક મોઈનુદ્દીન સિદ્દીકીના હવાલાથી ડાને સમાચાર આપ્યા છે કે ઓછામાં ઓછા 50 લાશ અને 100થી વધુ ઘાયલોને હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. 
 
પાકિસ્તાની અખબાર ધ ડોનના હવાલાથી મળેલી માહિતી અનુસાર હુમલા પછી હોસ્પિટલના વિસ્તારમાં આપત્તિકાળ ઘોષિત કરી દેવામાં આવ્યો છે. ગંભીર રીતે ઘાયલ લોકોને લિયાકત મેડિકલ કોમ્પલેક્ષ અને ઉપ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે. સ્થાનીય પોલીસ અધિકારીએ જણાવ્યું કે હુમલાખોરે દરગાહમાં ગોલ્ડન ગેટથી દાખલ થયા અને એક ગ્રેનેડ ફેંકીને ખુદને ઉડાવી દીધો. આ વિસ્ફોટ એ વખતે થયો જ્યારે દરગાહમાં ધમાલ (એક સૂફી રિવાજ) નિભાવવામાં આવી રહી હતી.