ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (12:55 IST)

આતંકવાદીઓનુ ગઢ બની ચુક્યુ છે કરાંચી, શાળાઓ(મધરસા) કરે છે જોરદાર સપોર્ટ - થિંકટૈકની રિપોર્ટ

બ્રસેલ્સના થિંક ટૈંકનો દાવો છે કે પાકિસ્તાનના કરાંચી ટેરરિસ્ટ એક્ટિવિટીઝનો ગઢ બની ચુક્યો છે. તેમને અહી પાક આર્મીનો પણ સપોર્ટ મળેલો હોય છે. આ આતંકવાદી જૂથને શાળાઓનો પણ સપોર્ટ મળી રહ્યો છે.  બ્રસેલ્સના ઈંટરનેશનલ ક્રાઈસિસ ગ્રુપનો દાવો... 
 
- બ્રસેલ્સના ઈંટરનેશનલ ક્રાઈસિસ ગ્રુપ (આઈસીજી)નામક થિંક ટૈકે પાકિસ્તાન : સ્ટૉકિંગ ધ ફાયર કરાચી' નામથી એક રિપોર્ટ રજુ કરી છે. 
- જેના મુજબ, 'આતંકી ગુટ જેવા લશ્કર-એ-તૈયબા(LeT), જમાત-ઉદ-દાવા(JuD), મૌલાના મસૂદ અઝહરનું ગૂટ જૈશ-એ-મોહમ્મદ (JeM)  અને એંટી શિયા ગુટ લશ્કર-એ-ઝાંગવી કરાચીમાં જોરદાર ચાલી રહ્યુ છે. તેમને મદરસાનો સપોર્ટ મળી રહ્યો છે. 
 
- થિંક ટૈંકનુ કહેવુ છે, "પાકના સૌથી ખતરનાક આતંકી ગુટ કરાચીમાં નિર્ભય રૂપે કામ કરી રહ્યુ છે.  આ આતંકી શાળાઓ ચલાવે છે એન પાક ઓફિસરો સામે ચેરિટી કરે છે."
 
બીજુ શુ છે રિપોર્ટમાં ? 
 
- આઈસીજીની રિપોર્ટમાં જણાવ્યુ છે કે કૈવી રીતે નસ્લીય, રાજનીતિક અને સંપ્રદાયોની લડાઈ અને જેહાદી વિચારદારા પાકના સૌથી મોટા અને શ્રીમંત શહેર કરાંચીમાં પાંગરી રહ્યા છે. 
- આ એક પ્રેશર કુકરની જેવા છે જે ગમે ત્યારે ફાટી શકે છે. 
- રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે જ્યારે આતંકી જૂથો પર કાર્યવાહી કરવાનો સમય આવે છે તો ઓફિસર કરાચીના બહારના વિસ્તારોમાં ચાલી રહેલ આતંકી ગુટ અને ક્રિમિનલ ગૈગ્સને છોડી દે છે. લશ્કર-જમાત અને જૈશ જેવા આતંકી ગુટોને તો સારો જેહાદી કરાર આપવામાં આવે છે. 
- રિપોર્ટમાં પસંદ કરવામાં આવેલ રિપ્રેજેંટેટિવ્જ, સીનિયર ઓફિશિયલ્સ, જર્નાલિસ્ટ, એક્ટિવિસ્ટસના નિવેદનોને સામેલ કરવામાં આવ્યા છે - "અનેક આતંકી તો ભાગી ચુક્યા છે" 
- આઈસીજીની રિપોર્ટ મુજબ અનેક આતંકી માસ્ટરમાઈંડ તો સપ્ટેમ્બર 2013માં પાક.માંથી ભાગી ચુક્યા છે. કારણ કે તેમના પર કોઈ કાર્યવાહી થઈ નહી તો તેઓ પરત આવી શકે છે. 
- રિપોર્ટ મુજબ એક સીનિયર ઓફિસરે જણાવ્યુ, "કોઈપન સમયે ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવ ભડકી શકે છે. આતંકી ગુટ કરાચીની વચ્ચે પોતાની એક્ટિવિટી ચલાવે છે. પણ લશ્કર-જૈશ જેવા આતંકી ગુટો સાથે મિત્રો જેવો વ્યવ્હાર નથી કરી શકાતો. 
- કરાચીના એક પોલીસ ઓફિસરનુ કહેવુ છે, 'આપણે શહરમાં લૉ એંડ ઓર્ડર બહાલ કરવા માંગે છે. પણ એવુ નથી કરી શકતા. અમને અમારી ફોરેન પોલિસીનુ પણ ધ્યાન રાખવુ પડે છે. 
- રિપોર્ટ મુજબ આતંકવાદીઓને સપોર્ટ કરનારા મધરસા ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. 
- એ પણ બતાવ્યુ છે, 'આતંકી સંગઠન એવા યુવાઓને ટારગેટ કરે છે જેમની પાસે કોઈ કમ નથી હોતુ. તેમને બતાવાય છે કે જેહાદ પણ એક કામ જ હોય છે.'