મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 22 ફેબ્રુઆરી 2017 (11:42 IST)

H-1B વીઝામાં કપાત પર સંતુલિત વલણ અપનાવવાની મોદીની USને સલાહ - H-1B વીઝા પર બોલ્યા મોદી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એચ1 બી વીઝામાં કપાતના વલણ પર નરેન્દ્ર મોદીએ તેને સંતુલિત વલણ અપવવાની વાત કરી છે. તેમણે કહ્યુ કે સ્કિલ્ડ પ્રોફેશનલ્સની અવરજવર પર અમેરિકા દૂરંદેશી વિચાર અપનાવે.  એચ1 બી વીઝામાં કપાતને ભારતીય આઈટી પ્રોફેશનલ્સ પર સૌથી વધુ અસર થશે. અમેરિકી ઈકોનોમીમાં ભારતીયોનુ યોગદાન રહ્યુ છે. 
 
- 26 અમેરિકી સાંસદોના એક ડેલિગેશનનુ સ્વાગત કરતા મોદીએ ટ્રમ્પ સાથે અનેક સકારાત્મક વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો.
- PMO માંથી રજુ એક સ્ટેટમેંટ મુજબ મોદીએ આ ક્ષેત્રો પર પણ વાતચીત કરી. જેમાં બંને દેશ સાથે રહીને સારુ કામ કરી શકે છે. 
- મોદીએ પણ જણાવ્યુ કે અમેરિકી ઈકોનોમીમાં ભારતીયોનુ શુ યોગદાન છે. 
- મોદીએ કહ્યુ - ટ્રમ્પ સાથે વાતચીત્ર શાનદાર રહી 
- મોદીએ ડેલિગેટ્સને જણાવ્યુ કે ટ્રમ્પ સાથે ફોન પર થયેલ વાતચીત શાનદાર રહી. 
- તેમણે જણાવ્યુ કે વીતેલા અઢી વર્ષમાં અમેરિકા સાથે ભારતનુ રિલેશન વધુ મજબૂત થયુ છે. 
- પીએમઓના સ્ટેટમેંટ મુજબ મોદીએ ભારત-યૂએસ પાર્ટનરશિપને મજબૂત કરવામાં કોંગ્રેસના યોગદાનની પ્રશંસા કરી. 
 
યૂએસને 62% એક્સપોર્ટ થાય છે 
 
- ભારતીય આઈટી ઈડસ્ટ્રી અમેરિકાને 62% એક્સપોર્ટ કરે છે. બીજા નંબર પર યૂરોપીય યૂનિયનનુ માર્કેટ છે. જ્યાના માટે 28 ટકાનુ એક્સપોર્ટ થાય છે. 
 
શુ છે નવા વીઝા બિલમાં ?
 
- H-1B વીઝા પર નવા નિયમો માટે કૈલિફોર્ન્યાની સાંસદ જે લૉફગ્રેનને ધ હાઈ સ્કિલ્ડ ઈંટીગ્રિટી એંડ ફેયરનેસ એક્ટ 2017' બિલ રજુ કર્યુ હતુ. 
- 30 જાન્યુઆરીના રોજ યૂએસ હાઉસ ઓફ રિપ્રેજેંટેટિવમાં રજુ કરવામાં આવેલ બિલમાં જોગવાઈ છે કે  H-1B વીઝા હોલ્ડર્સને મિનિમમ સેલેરી 60 હજાર ડૉલર (40 લાખ રૂપિયા)થી બમણી કરીને 1.30 લાખ ડૉલર(લગભગ 88 લાખ) આપવી પડશે. 
 
- ઉલ્લેખનીય છે કે  H-1B વીઝા પર ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અમેરિકા જઈને કામ કરે છે. જો આ બિલ પાસ થાય છે તો વધુ સેલેરીનુ પ્રોવિઝનને કારણે ઈંફોસિસ, વિપ્રો, ટીસીએસ જેવી ભારતીય કંપનીઓમાં કામ કરી રહેલ આઈટી પ્રોફેશનલ્સની નોકરીઓ પર ખતરો થઈ શકે છે. 
- બીજી બાજુ નવા બિલની અસરને કારણે ભારતંતી ટૉપ 5 આઈટી કંપનીઓ માર્કેટ વેલ્યુ 50 હજાર કરોડ સુધી નીચે ગબડી પડી હતી. 
- આ બિલ હેઠળ લોએસ્ટ પે કેટેગરી હટાવી દેવામાં છે.  આ કેટેગરી 1989થી લાગૂ હતી.  જેના હેઠળ H-1B વીઝા હોલ્ડર્સને મિનિમમ સેલેરી 60 હજાર ડોલર આપવાનો નિયમ હતો. 
 
શુ છે H-1B વીઝા ?
 
- H-1B વીઝા એક નૉન ઈમીગ્રેંટ વીઝા છે. 
- જેના હેઠળ અમેરિકી કંપનીઓ વિદેશી થ્યોરિટિકલ કે ટેકનીકલ એક્સપર્ટસને પોતાની ત્યા મુકી શકે છે. 
- H-1B વીઝા હેઠળ ટેકનોલોજી કંપનીઓ દર વર્ષે હજારો ઈમ્પ્લોઈઝની ભરતી કરે છે. 
- અમેરિકા ભારતીયોને દર વર્ષે 65 હજાર એચ-1-બી રજુ કરે છે.