શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 28 મે 2022 (15:07 IST)

પ્રધાનમંત્રી કલોલ ખાતે નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અને ગાંધીનગરમાં સેમિનારને સંબોધશે

PM to inaugurate nano urea (liquid) plant at Kalol and address seminar in Gandhinagar
PM મોદી સવારે 10 વાગ્યે રાજકોટ જિલ્લાના આટકોટ શહેરમાં પહોંચ્યા હતા. અહીં તેમણે 50 કરોડના ખર્ચે બનેલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું- છેલ્લા આઠ વર્ષથી કેન્દ્રમાં અમારી સરકાર છે. અમે છેલ્લા આઠ વર્ષથી ભારતને ગાંધીજીનો દેશ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ પછી તેઓ પાટીદાર સમાજના કાર્યક્રમમાં પહોંચ્યા, અહીં તેમણે કહ્યું- મેં એવું કોઈ કામ કર્યું નથી, જેનાથી દેશને નીચે જેવું પડે. તમારા (ગુજરાત) જેવા જ સંસ્કારો મારામાં છે.
 
ત્યારબાદ હવે લગભગ બપોરે 4 કલાકે, પ્રધાનમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધિત કરશે, જ્યાં તેઓ IFFCO, કલોલ ખાતે નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે.
 
પ્રધાનમંત્રી ગાંધીનગરમાંગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં 84,000 થી વધુ મંડળીઓ છે. આ મંડળીઓ સાથે લગભગ 231 લાખ સભ્યો સંકળાયેલા છે. રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબુત બનાવવાની દિશામાં વધુ એક પગલું તરીકે, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનાર યોજાશે. સેમિનારમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના 7,000 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. 
 
પ્રધાનમંત્રી લગભગ 175 કરોડ રૂપિયાના ખર્ચે કલોલ ખાતે ઈફ્કો નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલીલીટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.