બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 3 મે 2023 (17:20 IST)

Serbia ધો.7 છાત્રએ ફાયરિંગ કરી 9 બાળકોને મારી નાખ્યાં

Serbia school firing news
Serbia- યુરોપિયન દેશ સર્બિયામાં સામૂહિક ગોળીબારની એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે, દક્ષિણ-પૂર્વ યુરોપના દેશ સર્બિયામાં એક જીવલેણ ગોળીબારની ઘટના બની છે. જેમાં એક સગીર છોકરાએ એક સ્કૂલમાં ગોળીબાર કર્યો હતો, જેમાં 8 બાળકો અને એક સુરક્ષા ગાર્ડ એમ 9 માર્યા ગયા છે. 
 
સર્બિયાના ગૃહ મંત્રાલયે આ ઘટના અંગે માહિતી આપી હતી. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ફાયરિંગની જાણ થતાં જ પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને સંભાળવાનું શરૂ કર્યું. મળતી માહિતી મુજબ હુમલામાં છ વિદ્યાર્થીઓ અને એક શિક્ષક પણ ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.