ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 14 જુલાઈ 2021 (15:43 IST)

તાલિબાને ફરી ક્રૂરતા બતાવી, સરેન્ડર કરી રહેલા 22 નિર્દોષ અફઘાન કમાંડોએ જીવની ભીખ માંગી છતા ગોળીઓથી વીંધી નાખ્યા

Taliban fighters execute 22 Afghan ommandos
અફગાનિસ્તાન (Afghanistan)મા ચાલી રહેલી હિંસા વચ્ચે તાલિબાન  (Taliban) ની ક્રૂરતાનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમં જોઈ શકય છે કે વીડિયોમાં જોઈ શકાય છે કે અફઘાન કમાંડો  (Afghan commandos) ગોળીઓ ખતમ થયા બાદ ખુદને તાલિબાનીઓની સામે સરેન્ડર કરઈ દે છે, પણ અફગાન કમાંડોની ધરપકડ કરવાને બદલે તાલિબાની  લડવૈયાઓએ તેમને ગોળીઓવીંધી નાખે છે. આ દરમિયાન તાલિબાન લડવૈયાઓને 'અલ્લાહ હૂ અકબર' કહેતા પણ સાંભળી શકાય છે. આ ઘટનામાં તમામ 22 અફઘાનિસ્તાન કમાન્ડો માર્યા ગયા છે. આ ઘટનાના ઘણા વીડિયો સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે
 
સીએનએનના રિપોર્ટ અનુસાર તાલિબાન લડવૈયાઓએ 22 અફઘાન કમાન્ડોને મારી નાખ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે અફઘાન સ્પેશ્યલ ફોર્સના કમાન્ડોને સરેંડર માટે કહેવામાં આવી રહ્યું છે. પરંતુ તે પછી તરત જ તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી રહી છે. એક રિપોર્ટ મુજબ નરસંહાર અફઘાનિસ્તાનના ફરયાબ પ્રાંતના દૌલતાબાદ વિસ્તારમાં 16 જૂને થયો હતો. CNNએ આ હુમલા સાથે સંકળાયેલો વીડિયો જાહેર કર્યો છે. અહીં તાલિબાનના વધતા જોરના પગલે સરકારે અમેરિકા દ્વારા તાલીમ અપાયેલા કમાન્ડોની ટીમને મોકલી હતી, જેથી આ ક્ષેત્ર પર ફરીથી કબજો મેળવી શકાય. આ ટુકડીમાં એક રિટાયર્ડ આર્મી જનરલનો પુત્ર પણ સામેલ હતો. હથિયાર પૂર્ણ થયા પછી તેમણે મદદ માગી હતી, જોકે આમ શક્ય ન બન્યું. આ ઘટનાનો ફાયદો ઉઠાવતા તાલિબાનીઓએ આ ટીમને ઘેરી લીધી હતી.
 
રેડ ક્રોસે પુષ્ટિ કરી છે કે 22 કમાન્ડોના શબ મળ્યા છે. તાલિબાન પ્રવક્તાએ કહ્યું હતું કે હજી પણ તેમના કબજામાં 24 કમાન્ડો છે. જોકે આ અંગેની પુષ્ટિ માટે તેમણે કોઈ પુરાવા આપ્યા નથી. જોકે અફઘાનિસ્તાન રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે તાલિબાને કમાન્ડોને મારી નાખ્યા છે.