શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 24 માર્ચ 2025 (15:48 IST)

ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા પેલેસ્ટાઈનની સંખ્યા 50 હજારને પાર, ગાઝાના 15 હજાર બાળકોના મોત

ઈઝરાયેલ
હમાસ સંચાલિત ગાઝામાં ઇઝરાયલના હુમલા પછી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 50 હજારને પાર કરી ગયો છે. હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે યુદ્ધ અગાઉ ગાઝાની વસતી અગાઉ 23 લાખ હતી. તેમાંથી યુદ્ધના કારણે 50,021 લોકોનાં મોત થયાં છે. એટલે કે ગાઝાની 2.1 ટકા વસતી મૃત્યુ પામી છે. દર 46માંથી એક વ્યક્તિનું મોત થયું છે.
 
મંત્રાલયે જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં લગભગ 1.13 લાખ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
 
ગાઝામાં હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના આંકડાને વિશ્વસનીય માનવામાં આવે છે અને સંયુક્ત રાષ્ટ્ર તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ તેને ટાંકે છે.
 
પરંતુ ઇઝરાયલે ગાઝા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાને સતત નકાર્યા છે.
 
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયે નવેમ્બરમાં જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનામાં માર્યા ગયેલા લોકોમાં 70 ટકા મહિલાઓ અને બાળકો હતાં.