ટ્રમ્પ સરકાર ચાઇનીઝ વિદ્યાર્થીઓના વિઝા 'આક્રમક' રીતે રદ કરશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે કહ્યું છે કે તે અમેરિકામાં અભ્યાસ કરતા ચાઇનીઝ વિદ્યાર્થીઓના વિઝા 'આક્રમક' રીતે રદ કરશે.
વિદેશમંત્રી માર્કે રુબિયોએ કહ્યું કે, "ચાઇનીઝ કૉમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંબંધ ધરાવતા અથવા ક્રિટિકલ ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આમાં આવરી લેવાશે."
આ ઉપરાંત ચીન અને હૉંગકૉંગથી ભવિષ્યમાં જે સ્ટુડન્ટ વિઝા અરજીઓ આવે તેની આકરી ચકાસણી કરવા માટે ધોરણો સુધારવામાં આવશે.
છેલ્લા કેટલાક મહિનાથી અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો વણસ્યા છે. બંને દેશો વચ્ચે ટ્રોડ વૉરની સ્થિતિ છે અને એકબીજા પર ઊંચા ટૅરિફ નાખવામાં આવ્યા છે.
એક અંદાજ પ્રમાણે ગયા વર્ષે અમેરિકામાં લગભગ 2.80 લાખ ચાઇનીઝ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.
અમેરિકન યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ચીનના લોકો બહુ મોટી સંખ્યામાં હોય છે. જોકે, તાજેતરમાં તેમાં ફેરફાર થયો છે