1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 13 નવેમ્બર 2022 (09:31 IST)

ઍર શો દરમિયાન હવામાં બે વિમાન અથડાયાં, તપાસ શરૂ

plane
અમેરિકાના રાજ્ય ડલાસમાં ઍર શો દરમિયાન દ્વિતીય વિશ્વયુદ્ધ સમયના બે વિમાન હવામાં અથડાયાં છે, જ્યારે આ અકસ્માત થયો ત્યારે બંને વિમાન ઘણી ઊંચાઈએ ઊડી રહ્યાં હતાં
 
અમેરિકાના રાજ્ય ડલાસમાં ઍર શો દરમિયાન દ્વિતીય વિશ્વયુદ્ધ સમયના બે વિમાન હવામાં અથડાયાં છે. જ્યારે આ અકસ્માત થયો ત્યારે બંને વિમાન ઘણી ઓછી ઊંચાઈએ ઊડી રહ્યાં હતાં.
 
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલ વીડિયોમાં જોઈ શકાય છે કે અથડાવાના કારણે એક વિમાનના ટુકડા થઈ ગયા અને જમીન પર આવી પડ્યું. તે બાદ વિમાનમાં આગ લાગી અને ચારેકોર ધુમાડો છવાઈ ગયો.
 
જણાવાઈ રહ્યું છે કે આ પૈકી એક વિમાન બોઇંગ બી-17 ફ્લાઇંગ ફોર્ટ્રેસ હતું. બંને વિમાન વિંગ્સ ઓવર ડલાસ ઍર શોમાં ભાગ લઈ રહ્યાં હતાં જેને દ્વિતીય વિશ્વ યુદ્ધનો ઍર શો પણ કહેવામાં આવે છે.
 
અત્યાર સુધી એ નથી ખબર પડી શકી કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા અને અકસ્માતમાં કોઈ જીવિત રહ્યું છે કે કેમ?
 
અમેરિકાની ફેડરલ ઍવિએશન ઍડમિનિસ્ટ્રેશને કહ્યું કે તે શનિવારના રાજો થયેલ આ અકસ્માતનાં કારણોની તપાસ કરી રહ્યા છે.
 
ડલાસના મેયર ઍરિક જૉનસને આને એક ‘દર્દનાક ત્રાસદી’ કહ્યું છે, એક ટ્વીટમાં તેમણે લખ્યું“ઘટનાનો વીડિયો દિલ તોડી નાખનારો છે. લોકોનું મનોરંજન કરવા અને તેમને વિશ્વ યુદ્ધ વિશે જાણકારી આપવાની કોશિશ કરવા માટે ઉડાણ ભરનારા એ લોકો માટે પ્રાર્થના કરું છું જેઓ આ અકસ્માતનો ભોગ બન્યા છે.”
 
તેમણે કહ્યું કે અત્યાર સુધી ઘટનામાં કેટલાં મૃત્યુ થયાં છે તે અંગે ખબર પડી શકી નથી, જોકે તેમણે એવું પણ કહ્યું કે દર્શકોમાંથી કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામી નથી.