શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 1 જાન્યુઆરી 2023 (08:12 IST)

welcome 2023- દુનિયાએ આવી રીતે કર્યું 2023નું સ્વાગત...

વિશ્વના દેશોમાં વર્ષ 2023ના સ્વાગત સાથે નવા વર્ષની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
 
કોરોનાના નિયંત્રણોને કારણે, વિશ્વના મોટાભાગના ભાગોમાં લોકો છેલ્લા ત્રણ વર્ષથી નવા વર્ષની ઉજવણી કરી શક્યા નથી. તેથી જ 2023ના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી.
 
પેસિફિક મહાસાગરમાં આવેલા કિરીબાતીમાં નવા વર્ષનું સૌપ્રથમ આગમન થયું. તેના એક કલાક બાદ ન્યુઝીલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.
 
બીજી તરફ શાનદાર આતશબાજી માટે પ્રખ્યાત ઑસ્ટ્રેલિયાના સિડનીમાં આ પ્રસંગે હજારો લોકો એકઠા થયા હતા.