ભયાનક રીતે ફેલાય રહી છે નવી બીમારી 'જીકા', જાણો જીકા બીમારી વિશે અને તેના લક્ષણ

શુક્રવાર, 29 જાન્યુઆરી 2016 (11:47 IST)

Widgets Magazine
zika virus

દુનિયા ઈબોલા નામની એક આફતતી હાલ પુરી રીતે મુક્ત થઈ પણ નથી કે મેડિકલ જગત સામે એક નવી મહામારીનુ સંકટ છવાય ગયુ છે. હવે જીકા વાયરસ દુનિયાભરના ડોક્ટરો અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલ વૈજ્ઞાનિકો સામે નવો પડકાર બની ગયો છે. દુનિયાના ઓછામાં ઓછા 22 દેશોમાં આ વાયરસ ફેલાય ચુક્યો છે જેમા લેટિન અમેરિકીમાં આની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. 
 
શુ છે જીકા બીમારી - જીકા મચ્છર દ્વારા ફેલાનારો એક ચેપી રોગ છે જે શરીરમાં વિકૃતિઓનું કારણ બને છે. આનાથી શરીરના વિકાસમાં અવરોધ આવે છે. તેની ગંભીર અસર મગજ પર પણ જોવા મળે છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ અને ગર્ભમાં રહેલ બાળકોમાં આની અસર જલદી દેખાય છે. આ વાઇરસથી માઇક્રોસેફાલે નામની મગજની બીમારી થાય છે. યુગાન્ડાના જીકા જંગલોમા એક વાંદરામાં આ વાયરસ મળી આવ્યો હતો. આથી આનુ નામ જીકા વાયરસ નામ આપવામા આવ્યું છે. 
 
જીકા વાઇરસનો ખતરો ભારત ઉપર પણ મંડરાઇ રહ્યો છે. ડેન્‍ગ્‍યુ મચ્‍છરથી ફેલાતા એડીસ મચ્‍છરોની ભારતમાં પણ ભરમાર છે અને બ્રાઝીલ જેવા દેશોથી પર્યટકોની અવર-જવર પણ ચાલુ છે. આ વાઇરસની સૌથી વધુ અસર ગર્ભવતી મહિલાઓ ઉપર થાય છે. તેથી બ્રાઝીલે પોતાના દેશની મહિલાઓને આવતા 5  થી 6 મહિના સુધી બાળકો પેદા નહી કરવા સલાહ આપી છે. વિશ્વ હજુ ઇબોલા અને સ્‍વાઇન ફલુના ખતરાથી બહાર આવ્‍યુ છે ત્‍યાં જીકા વાઇરસે ચિંતા વધારી દીધી છે. અમેરિકામાં અનેક મામલાઓ બહાર આવ્‍યા બાદ ખોફ ફેલાઇ ગયો છે. ડબલ્‍યુએચઓએ એ બાબતની આશંકા વ્‍યકિત કરી છે કે, લેટીન અમેરિકામાં જીકા વાઇરસના 30 થી 40 લાખ મામલાઓ છે. એડીસ એગીપટાએ મચ્‍છર જીકા વાઇરસને જન્‍મ આપે છે જે ડેન્‍ગ્‍યુ અને ચિકનગુનિયા પણ ફેલાવે છે બંને બિમારી ભારત જેવા ઉષ્‍ણકટીબંધવાળા દેશો માટે મોટી જાહેર સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યા છે.
 
   જીકા વાઇરસથી ભલે મોત ઓછા થતા હોય પરંતુ જો ગર્ભવતી મહિલાઓમાં આ વાઇરસનો એટેક થાય તો આ બાળકોમાં ન્‍યુરોલોજીકલ ડિસઓર્ડરનો ખતરો ઉભો થાય છે અને મગજના વિકાસ ઉપર પડે છે. બીજી તરફ એમઆઇએ દ્વારા જીકા વાઇરસવાળા દેશોમાં યાત્રા ન કરવા અપીલ કરવામાં આવી છે.
 
જીકા વાયરસ દ્વારા પ્રભાવિત દેશ      
1. બ્રાજીલ 2. કોલંબિયા 3. અલ સલ્વાડોર 4. ફ્રેંચ ગુએનાસ  5. ગ્વાટેમાલા  6. હૈતી 7. હોંડુરસ, 8. માર્ટિનિક્યૂ
9. મેક્સિકો 10. પનામા 11. પરાગ્વે 12. સુરીનામા 13. વેનેજુએલા 14. પોર્ટોરિકા Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ આ વર્ષે શરૂ થઈ 6 ડિસેમ્બર 2018માં પુર્ણ થઈ જશે

અયોધ્‍યા રામચરિત માનસમાં સંશોધન કરવા પર લાંબા સમય સુધી દેશભરમાં સંતો-ધર્માચાર્યો અને ...

news

ચાલતી ટ્રેનમાંથી ઉતર રહી હતી બગડ્યું બેલેંસ અને...(વીડિયો)

મુંબઈના બોરીવલી સ્ટેશન પર થયું એક દિલ થંભી જાય એવું એક દુર્ઘટના. ચાલતી ટ્રેનમાં ઉતર રહી ...

news

ભારતના 20 સ્માર્ટ સિટીની જાહેરાત થઈ...ગુજરાતના બે શહેરોનો સમાવેશ

સ્માર્ટ સિટીના રૂપમાં વિકસિત કરાનારા પ્રથમ 20 શહેરોની જાહેરાત આજે કરવામાં આવી છે. આ ...

news

ભૂમિ દેસાઈ સ્યુસાઈડ કેસ : પતિ કૃણાલે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું

ભૂમિ અને કૃણાલના લગ્ન બે મહિના અગાઉ જ થયા હતા.

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine