જો ઈમરાન ખાન બનશે પાકિસ્તાનના PM, તો ભારત પર શુ થશે અસર ?

imran khan
Last Updated: ગુરુવાર, 26 જુલાઈ 2018 (14:22 IST)
imran khan
લાહોરમાં જન્મેલા, ઓક્સફર્ડમાં અભ્યાસ, વર્લ્ડ કપ જીતનારી પાકિસ્તાન ક્રિકેટ ટીમના કપ્તાન, 3 લગ્ન અને ભારતીય ઉપમહાદ્વીપમાં પ્લેબોયની છબિવાળા ઈમરાન ખાન શુ પાકના આગામી પીએમ બનવા જઈ રહ્યા છે ? 25 જુલાઈના રોજ પાકિસ્તાનમાં થયેલ મતદાન પછી વોટોની ગણતરી જેમ જેમ આગળ વધી રહી છે ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈંસાફની સ્થિતિ મજબૂત થઈ રહી છે.
પાકિસ્તાનના ઉદારવાદી ઘડા વચ્ચે તાલિબાન ખાનના નામથી ચર્ચિત ઈમરાનનુ પીએમ બનવુ ભારતના હિસાબથી કેવુ રહેશે ? શુ ભારતને નુકશાન થશે ? શુ ભારત માટે ચિંતાની વાત છે ?

આ સવાલ હવે ઝડપથી ઉભા થઈ રહય છે. ઈમરાન ક હાન અને તાલિબાન ખાનનુ શુ કનેક્શન છે. તેની ચર્ચા પછી કરીશુ. આ વચ્ચે પાકિસ્તાની મીડિયાની એક પાર્ટીએ આરોપ લગાવ્ય છે કે ઈમરાનની મજબૂતી જોઈને ભારતમાં તેમના વિરુદ્ધ કૈપેન શરૂ કરવામાં આવ્યુ છે. હવે તેમા કોઈ શક નથી રહી ગયો કે ઈમરાન ખાને નવાજ શરીફના નેતૃત્વવાળી પીએમએલ નવાઝને પાછળ છોડ્યા છે.
જો તમે ચૂંટણી રેલીઓમાં ઈમરાનના ભાષણ પર નજર કરશો તો આ વાતનો સંકેત દેખાશે કે ભારત પ્રત્યે તેમનુ શુ વલણ બની રહ્યુ છે.


આ પણ વાંચો :