શનિવાર, 13 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નાગપુર (ભાષા) , સોમવાર, 18 ફેબ્રુઆરી 2008 (23:00 IST)

ખેડૂતોની આત્મહત્યા શરમજનક

ખેડૂતોની આત્મહત્યા શરમજનક
નાગપુર (ભાષા) લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જીએ આજે કહ્યું હતું કે, દેશમાં દેવાનાં બોજથી ખેડૂતોની આત્મહત્યા એક રાષ્ટ્રીય શરમની વાત છે. રાજકીય પક્ષોએ તેને એક રાષ્ટ્રીય મુદ્દો બનાવવો જોઈએ.

સોમનાથે મીડિયા અને બુદ્ધીજીવીઓ સાથે એક પરિસંવાદ કરતાં કહ્યું હતું કે, "મે તાજેતરમાં મુંબઈમાં બધા રાજકીય પક્ષો સાથે થયેલી બેઠકમાં આ બાબતે વિચાર કર્યો અને તેને એક રાષ્ટ્રીય મુદ્દો બનાવવાનો અનુરોધ કર્યો છે."

રાજનીતિનાં અપરાધિકરણ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નનાં જવાબમાં તેમણે કહ્યું હતું કે એ લોકોએ નક્કી કરવાનું છે કે ગુનાખોરીની પૃષ્ઠભૂમિનાં લોકોને સંસદમાં મોકલવા કે નહીં.