ગુનેગારોનો ડાટાબેઝ બનાવવાની જરૂરત:મોદી

અમદાવાદ| ભાષા| Last Modified સોમવાર, 19 જાન્યુઆરી 2009 (11:43 IST)

ગુજરાતના મુખ્યમંત્રી નરેંદ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે આતંકવાદથી લડવા અને તપાસને વધારે ઝડપી બનાવવા માટે સજાયાફ્તા તેમજ શંકાસ્પદનો રાષ્ટ્રીય સ્તર પર એક ડાટાબેઝ જરૂરી છે.

19મા અખિલ ભારતીય અપરાધ વિજ્ઞાન સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં મોદીએ કહ્યું હતું કે આતંકવાદની સાથે સાથે આતંકવાદી કાર્યોને પણ રોકવાના છે. આતંકવાદની વિરુદ્ધ સંઘર્ષમાં અપરાધ વિજ્ઞાન એક મહત્વની ભુમિકા ભજવવા જઈ રહ્યો છે.

તેમણે વધારેમાં જણાવ્યું હતું કે આપણે રાષ્ટ્રીય સ્તર પર ગુનેગારોનો ડાટાબેઝ બનાવવાની જરૂરત છે અને માત્ર તેમનો ડાટાબેઝ બનાવવાથી કામ નહિ ચાલે પરંતુ આપણે શંકાસ્પદોનો ડાટાબેઝ પણ બનાવવો પડશે.


આ પણ વાંચો :