જરા યાદ કરો કુરબાની : લતા

મુંબઈ| વેબ દુનિયા|

મુંબઈમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા બ્લાસ્ટમાં અને મુંબઈના તાજ સમી તાજમહેલ હોટલ પર આતંકવાદીઓએ કરેલા કબ્જા અને અનેક લોકોના થયેલા મૃત્યુથી આખુ દેશ ખુબ જ દુ:ખી છે. એક ખાનગી ચેનલે સદાબહાર ગીતકાર લત્તા મંગેશકર સાથે વાતચીત કરી હતી. જેમાં લત્તાજીએ તેમનું દ:ખ વ્યક્ત કર્યુ હતું.

આતંકવાદીઓને મારી વિજય મેળવવા બદલ લત્તાજીએ હરખ અનુભવ્યો હતો, પણ સાથે સાથે 14 જવાનો સહિત દેશ વિદેશના લોકો માર્યા ગયાનો શોક પણ વ્યકત કર્યો હતો. તેમણે શહીદો સલામી અર્પી હતી.

આ ઘટનામાં ઘરડાથી લઈને બાળકો પણ માર્યા ગયા છે, જેનાથી મારુ જમવાનું પણ દુષવાર થઈ ગયુ હતુ. તેમણે પત્રકારોને પણ સલામ કરી હતી જે જીવના જોખમે અમારા સુધી દરેક ખબર પહોચાડતા હતા.
લત્તાજીનું કહેવું છે કે તાજ હોટેલ માટે તાજમહેલ છે, જેને આ દશામાં જોવું જ ગમતુ નથી.

આ યુદ્ધમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યુ હતું કે 'એ મેરે વતન કે લોકો જરા યાદ કરો કુરબાની'.


આ પણ વાંચો :