ડાકુ ગુર્જરની બાતમી પર 1 લાખનુ ઈનામ

શિવપુરી | વાર્તા| Last Modified સોમવાર, 17 માર્ચ 2008 (17:24 IST)

શિવપુરી. મધ્યપ્રદેશ સરકારે શિવપુરી જિલ્લાના કુખ્યાત ડાકુ પંજાબ ગુર્જરની ધરપકડ ઉપર એક લાખનુ ઈનામ ઘોષીત કર્યુ છે. શિવપુરી, ગ્વાલિયર અને મુરૈના જિલ્લામાં સક્રિય પંજાબ ગુર્જર અપહરણ, લૂંટ અને ખુનના ગુનામાં સંડોવાયેલો છે અને તે પાછલા કેટલાક સમયથી પોલીસથી નાસતો ફરી રહ્યો છે.

તેને પકડવા માટે પોલીસે ધમપછાડા શરૂ કરી દીધા છે. ફરાર ડાકુની બાતમી આપનારને એક લાખ રૂપિયાનુ ઈનામ આપવામાં આવશે તેવી ઘોષણા પોલીસ અધિક્ષક દિનેશચંદ્ર શર્માએ કરી હતી.


આ પણ વાંચો :